- માત્ર ચંદ્રની સપાટી પર ધાબા નથી…
રોશનીથી ઝળકતા સૂર્યમાં પણ કાળા ડાઘ હોય છે! આવો જ એક વિશાળ કાળો ધબ્બો (સન સ્પોટ) સૂરજની સપાટી પર જોવા મળ્યો છે, જેનું નામ એઆર3190 છે. ખાસ વાત એ છે કે આ સનસ્પોટ ધરતીથી પાંચ ગણો મોટો છે.ઉલ્લેખનીય છે કે સનસ્પોટ એવો વિસ્તાર હોય છે જે બાકી ભાગોમાં ઠંડો હોય છે એટલે વૈજ્ઞાનિકો જયારે તેને જુએ છે
તો તે ધબ્બા જેવા દેખાય છે. 17થી19 જાન્યુઆરી દરમિયાન ભારતની કોડાઈકનાલ ઓબ્ઝર્વેટરીએ સુરજની સપાટી આસન સ્પોટની તસ્વીરો લીધી છે. આ ઓબ્ઝર્વેટરી બેંગ્લુરુના ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ એસ્ટ્રોફિઝીકસના વૈજ્ઞાનિકો ચલાવે છે, જેમણે 40 સેન્ટીમીટરના ટેલિસ્કોપથી સૂરજની સપાટીને જોઈ હતી. ઉલ્લેખનીય છે કે સૂરજની સપાટી પર હાજર ગેસો સતત અહીં તહી ફેલાતા રહેતા હોય છે.
- Advertisement -
જેથી સૂરજની સપાટી પર હલચલ પેદા થતી રહે છે. સૂરજની સપાટી પર થતી આ ગતિવિધિને સોલાર સાઈકલ કહેવામાં આવે છે. દરેક સોલાર સાઈકલ 11 વર્ષની હોય છે, હાલની સોલાર સાઈકલ કે સોલાર ચક્રની ચરમસીમા 2025માં આવશે. એઆર3190 અને તેના આકાર હળતા મળતા સન સ્પોટનું દેખાવું આ ચક્રનો જ એક ભાગ છે.
શું આ ખતરનાક છે?: આ સન સ્પોટથી હાલ ધરતીને કોઈ ખતરો નથી પણ આ આકારના સન સ્પોટ જયારે ફાટે છે તો તેમાંથી સોલાર ફલેયર મતલબ લપટો નીકળવાનો ભય રહે છે. સોલાર ફલેવરનો મતલબ છે. સૂરજની સપાટી પરથી ઈલેકટ્રોમેગ્નેટીક રેડીયેશન નીકળવું. ખગોળ વિદોન અનુમાન છે કે એઆર3190 એકસ કલાસના શક્તિશાળી ફલેવર પેદા કરશે, જેથી રેડિયો સિગ્નલ, સેટેલાઈટ, પાવર ગ્રીડ ફેલ થઈ શકે છે.