ખાસ-ખબર સંવાદદાતા
દીવનું સમર હાઉસ હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને તેના સુંદર નજારાને માણવા માટે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે. ઉલ્લેખનીય છે કે દીવ સ્માર્ટ સિટી લિમિટેડ દ્વારા સમર હાઉસની સુંદરતા વધારવા અને તેના યોગ્ય વિકાસ માટે સમર હાઉસના બ્યુટીફિકેશનની કામગીરી સંબંધિત એજન્સીને સોંપવામાં આવી છે. જેને ધ્યાને લઇ કલેકટર, દીવ ફવર્મન બ્રહ્માએ એક આદેશ જારી કરીને સામાન્ય નાગરિકોને જાણ કરી છે કે પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોની સલામતી અને જાહેર પ્રવૃત્તિઓ માટે સમર હાઉસ આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવશે.