ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથમાં 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી કોડીનાર ખાતે થશે. જેના સુચારૂ અને વ્યવસ્થિત આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ખેડૂત સહકારી મંડળી લિ.ના મેદાનમાં થશે. જેમાં પરેડ સહિત વિવિધ વિભાગના ટેબ્લો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમના આયોજન અને રૂપરેખા અંગે અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાએ વીજ પુરવઠો, વાહન પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયમન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ફાયર ફાઈટર વગેરે જેવી સુવિધાઓને અનુલક્ષી સંબંધિત વિભાગના અધિકારીઓને માહિતગાર કરી માર્ગદર્શિત કરાયા હતાં.