જૂનાગઢમાં પ્રથમ વખત મતદાન કરવા યુવા મતદાતા ઉત્સાહિત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
- Advertisement -
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કોલેજોમાં કેમ્પસ બ્રાન્ડ એમ્બેસેડર એવા ફર્સ્ટ ટાઈમ વોટર સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા પાછળ તંત્ર દ્વારા ઉઠાવતી જહેમત અને લોકશાહીમાં મતના મહત્વ વિશે આ યુવા મતદારો સાથે સાર્થક ચર્ચા કરી હતી.
આ સંવાદમાં પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા ઉત્સાહથી ભરપૂર યુવા મતદાતાઓ તા.7મી મે અચૂક મતદાન કરવાની સાથે પોતાના પરિવારજનો, મિત્રો સહિત અન્ય મતદાતાઓને મતદાન કરાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા રચનાત્મક રીતે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ આપ સૌ યુવાઓ કોલેજોમાં કેમ્પસ એમ્બેસેડર તરીકેની ભૂમિકા અદા કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બન્યા છો અને તેમણે કહ્યું કે એક મત પાછળ ચૂંટણી તંત્ર દ્વારા ખૂબ મોટી જહેમત ઉઠાવવામાં આવે છે. 13- જૂનાગઢ લોકસભા મતવિસ્તાર હેઠળનું બાણેજ મતદાન મથક માત્ર એક મતદાર માટે ઊભું કરવામાં આવે છે. ગીર અભયારણ્ય વિસ્તારમાં કનકાઈ મતદાન મથક કે,જ્યાં નેટવર્ક પણ નથી મળતું તેવા દુર્ગમ વિસ્તારમાં પણ મતદાન મથક ઊભું કરવામાં આવે છે.
આમ, ચૂંટણીમાં મતદારો માટે ખૂબ મોટાપાયે વ્યવસ્થાઓ કરવામાં આવે છે, ત્યારે ચૂંટણી પર્વને એક સેલિબ્રેશન તરીકે લઈ લોકશાહીના મહાપર્વમાં મતદાન કરી સહભાગી બનીએ અને ફર્સ્ટ ટાઈમ વોટર યુવાઓએ પ્રતિભાવ આપતા પ્રથમ વખત મત આપવા ખૂબ ઉત્સાહિત હોવાનું જણાવ્યું હતું તેમજ એક મતથી પણ ફેર પડે છે, તેમાં બેમત નથી. તેવો પણ આ કાર્યક્રમમાં સૂર વ્યક્ત થયો હતો.