ડાયમંડ કંપનીઓએ 12 કલાકને બદલે 8 કલાકનું વર્ક શિડયુલ લાગુ કર્યું: સપ્તાહમાં 1ને બદલે 3 રજા
સુરતમાં 5000 ડાયમંડ કટિંગ અને પોલિશિંગ યુનિટ્સ કે જે 10 લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે, તેઓએ કામની કલાકો 12 કલાકથી ઘટાડીને 8 કલાક કર્યા છે અને સાપ્તાહિક રજાઓ એક થી વધારીને ત્રણ દિવસ કરી છે, જેનાથી વેતનમાં ઘટાડો થયો છે.
- Advertisement -
તાજેતરમાં હોંગકોંગ જ્વેલરી શોમાં ચાઇનીઝ ખરીદદારોએ ઓછી માંગ કરી હતી. હોંગકોંગ એ મુખ્ય ડાયમંડ હબ છે, જ્યાંથી ચીની ખરીદદારો હીરાની ખરીદી કરે છે. આ માંગમાં ઘટાડો થતાં કામની કલાકોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉત્પાદન અને ઇન્વેન્ટરી ઘટાડવા માટે એકમોએ ઓગસ્ટમાં જાહેર કરેલી 10 દિવસની રજાઓ પછી આ પગલું લીધું છે.
ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, “અમને આશા હતી કે ચીન તાજેતરમાં હોંગકોંગ શોમાં કુદરતી હીરાની ખરીદી કરશે. પરંતુ કમનસીબે તેમ થયું નથી સુરતના હીરા કામદારો અપેક્ષા રાખી રહ્યાં છે કે વૈશ્વિક બજારોમાં નબળી માંગને કારણે એકમો ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ દિવાળીની રજા જાહેર કરશે. ડાયમંડ વર્કર્સ યુનિયન, ગુજરાતના પ્રમુખ રમેશ ઝીલરીયાએ જણાવ્યું હતું કે, “સૌથી ખરાબ વાત એ છે કે જ્યારે અમારી પાસે કોઈ કામ ન હોય તે દિવસોમાં અમને વેતન ચૂકવણી કરવામાં આવતી નથી.
ભારત પોલિશ્ડ હીરાનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે, જે વિશ્વના લગભગ 90 ટકા રફ હીરાને પ્રોસેસ કરે છે અને વૈશ્વિક હીરાની નિકાસમાં 33 ટકાનો હિસ્સો ધરાવે છે. શાહે જણાવ્યું હતું કે યુરોપીયન સેન્ટ્રલ બેંકે દરમાં ઘટાડો કર્યો હોવાથી યુરોપમાંથી માંગ વધવાની સંભાવના છે. “એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દર ઘટાડા બાદ ઈયુમાં આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી આવશે. આનાથી કુદરતી હીરાની ખરીદીને વેગ મળવાની અપેક્ષા છે.”
- Advertisement -
થિંક ટેન્ક ગ્લોબલ રિસર્ચ ટ્રેડ ઇનિશિએટિવ દ્વારા બહાર પાડવામાં આવેલાં અહેવાલમાં જણાવાયું છે કે ઘણાં એકમો પાસે પોલિશ્ડ હીરાની ન વેચાયેલી ઇન્વેન્ટરી છે, જેથી તે રફ હીરાની આયાત નથી કરી શકતાં કારણ કે તેઓ હાલની ઇન્વેન્ટરી વેચ્યાં વિના વધુ સ્ટોક ન લઈ શકે. ઉદ્યોગ પણ ધિરાણ પર ઘણો આધાર રાખે છે, પરંતુ વધુ કડક ધિરાણની સ્થિતિ અને બેંકો તરફથી ઓછા ધિરાણને કારણે કંપનીઓ માટે રફ હીરા ખરીદવાનું મુશ્કેલ બન્યું છે, જેનાં કારણે ઉત્પાદન અટકી ગયું છે.
ભારતમાંથી નિકાસ કરાયેલાં કટ અને પોલિશ્ડ હીરાનો નોંધપાત્ર હિસ્સો ગુણવત્તાની સમસ્યાઓ, ખરીદદારો દ્વારા ઓવરસ્ટોકિંગ, સ્પષ્ટીકરણોમાં મેળ ખાતો ન હોવા અને કિંમતમાં વધઘટને કારણે પરત કરવામાં આવે છે. જટિલ કસ્ટમ પ્રક્રિયાઓને કારણે આ વળતરને હેન્ડલ કરવું ખર્ચાળ અને સમય માંગી લે તેવું છે, જેનાં કારણે નિકાસકારો પર વધુ પ્રેશર છે.