જો સરદાર વલ્લભભાઈ ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત
ગિરનારની તપોભૂમિ પરથી PM મોદીની ગર્જના
- Advertisement -
સ્થાનિક મુદ્દા સાથે દેશના ચર્ચાતા મુદ્દે PM મોદીએ જાહેરસભા યોજી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.03
જૂનાગઢ દેશ ભરમાં લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગુજરાતની બેઠકોનું 7 મેના રોજ મતદાન એ સમયે ગઈકાલ પીએમ નરેન્દ્ર મોદીની કૃષિ યુનિવર્સીટી ખાતે જંગી જાહેર સભા યોજાય હતી જેમાં ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા, પોરબંદર બેઠકના મનસુખ માંડવીયા અને અમરેલી બેઠકના ભરતભાઈ સુતરીયા તથા માણાવદર વિધાનસભા બેઠકના અરવિંદ લાડાણી ઉપસ્થિત રહ્યા હતા અને પીએમ મોદીએ જૂનાગઢ, ગીર સોમનાથ સહીત સોરઠ પંથકના વિકાસ ગાથા સાથે ગીરનાર ભૂમિના સંતો મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ અને મહેશગીરી બાપુના આશીર્વાદ સાથે સભાને સંબોધન કર્યું હતું અને દેશમાં લોકસભા ચૂંટણીમાં ચર્ચાતા મુદ્દે કોંગ્રેસને આડે હાથે લઈને લેખીતમાં ગેરેંટી માંગી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગીરનારની તપો ભૂમિ સાથે સાસણ ગીર સહીત દરિયા કિનારાના બંદરોના વિકાસ યાત્રા મુદ્દે જાહેર સભાને સંબોધન કર્યું હતું.અને ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી તેની સાથે જૂનાગઢ આઝાદ થયું તે વિષય પણ જણવ્યું હતું કે જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત અને કોંગ્રેસે એક દેશમાં બે બંધારણ લાગુ કરી કાશ્મીરમાં 370 કલમ લગાવી પણ જે કામ સરદાર પટેલથી અઘરું રહી ગયું તે આ ધરતીના તમારા સંતાન એવા સેવકે પૂરું કરી દીધું અને કાશ્મીર માંથી 370 કલમ નેસ્તનાબૂદ કરી છે.
પીએમ મોદીએ સભા સંબોધતા વધુ કહ્યું કે, મારે દેશ દુનિયાના પ્રવાસીઓ જયારે ગીર ગિરનાર ભૂમિમાં પધારે ત્યારે તેને સાત દિવસ રોકાવું પડે તેવો વિકાસ થશે.હાલ જૂનાગઢથી ઉના ફોરટ્રેક રોડ બનાવ્યા છે. સોમનાથ ભાવનગર ફોરટ્રેક રોડ બનાવ્યો છે અને જૂનાગઢ સહીત સમગ્ર વિસ્તાર સમુદ્ર સાથે જોડાયેલ છે.ત્યારે માછીમારીનો વ્યવસાય કરતા માછીમારો માટે અનેક યોજના લાવીને માછીમારનો વિકાસ કર્યો છે અને માછલીની નિકાસ આઠ ગણી વધી છે.તેની સાથે માંગરોળ, સુત્રાપાડા, માઢવડ, વેરાવળ, ચોરવાડ, કોડીનારના બંદરોનો વિકાસ કરવામાં આવશે માછીમારો માટે વીમા કવચ ફિશરમેન માટે અલગ મંત્રાલય ઉભું કરાયું છે. તેમજ ગ્રામ્ય વિસ્તારની 3 કરોડ દિકરીઓને લખપતી બનાવશું અને 70 વર્ષી ઉંમરના લોકોને સારવારનો ખર્ચ દિલ્હીમાં બેઠેલો તમારો દિકરો કરશે. ત્યારે ભાઇઓ-બહેનો તમારા આર્શિવાદ લેવા આવ્યો છું અને તા.7મેના રોજ વધુમાં વધુ મતદાન કરશોને ? રેકોર્ડ તોડશોને ? તેમ સભામાં હાજર રહેલ લોકોએ હા શબ્દના નારા સાથે અવાજ ગુંજી ઉઠ્યો હતો.
- Advertisement -
વધુમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું પાકો ગુજરાતી છું પીએમ સુર્યોદય યોજના ચાલુ કરી છે તેનાથી સોલાર પેનલ દ્વારા વિજળી ઉત્પાદન થશે જેથી ઘરનું લાઇટબીલ ઝીરો થશે અને વધારાના આ યુનિટથી ઇ-બાઇક, કાર વગેરે ચાલશે. એટલે પેટ્રોલની ઝંઝટ નહીં રહે. અને ગમે ત્યાં જાવ કાનામાતર વગરનું મફત ચાલશે. તેની સાથે કેશોદ એરપોર્ટનો પણ વિકાસ કર્યો છે અને દુનિયાભરના પ્રવાસીઓ અહીં આવે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. તેની સાથે જૂનાગઢ જિલ્લાનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થશે તેમ જણાવ્યુ હતુ.