ગુજરાતમાં ભારે વરસાદ અને પૂર બાદ રોગચાળો વકરી રહ્યો છે. સપ્ટેમ્બરમાં મચ્છરજન્ય અને તેમાં પણ ખાસ કરી ડેન્ગ્યુ, મેલેરિયાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ ચાર વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુ વધુ ઘાતક બન્યો છે. આ વર્ષે ડેન્ગ્યુના લક્ષણોમાં ઘણા ફેરફાર થયા છે. આ વખતે સામાન્ય તાવથી શરૂ થઈ ડેન્ગ્યૂની અસર લીવર, કિડની, ફેફસાં અને મગજ સુધી પહોંચી રહી છે. માટે બેદરકારી દાખવવામાં આવે તો મોતની શક્યાતા વધી શકે છે.
સપ્ટેમ્બર મહિનામાં 1199 કેસ નોંધાયા:
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં 17 તારીખ સુધી 1199 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ડેગ્યુના 740, રાજકોટમાં 100, સુરતમાં 82, વડોદરામાં 68, જામનગરમાં 87 પાટણમાં 114 નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગર અને ભરૂચમા બે-બે કેસ ભાનવગરમાં ત્રણ કેસ અને જુનાગઢમા એક કેસ નોંધાયા છે.
- Advertisement -
શરૂઆતના લક્ષણો:
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ડેન્ગ્યુની શરૂઆત સામાન્ય તાવથી થતી હોય છે. તાવની સાથે-સાથે માથું દુખવું તેમજ શરીર દુખવું જેવા લક્ષણો હોય છે. આ વર્ષે નવા સિમટમ્સ મુજબ દર્દીને ત્રણ થી પાંચ દિવસ સુધી તાવ આવે છે. પેરાસિટામોલ જેવી સાદી દવા લેવા છતાં પણ તાવ ઝડપથી ઉતરતો નથી. આ દરમિયાન ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ અને કાળજી રાખવી જોઈએ. 3થી 5 દિવસ તાવ પછી દર્દીને પેટમાં ભારે લાગવું, ઉબકા થવા, કોઈ વખત ઊલટી થવી અને લીવરમાં પણ સોજો આવી જતો હોય છે.
દર્દી દ્વારા ધ્યાન રાખવામાં ન આવે ઘાતક અસર:
લીવર ઉપર સોજો આવ્યા પછી પણ જો દર્દી દ્વારા ધ્યાન રાખવામાં ન આવે તો પ્લેટલેટ્સ ઘટી જાય છે, એ વધારે ઘટી જાય છે અને દર્દીનું બ્લડપ્રેસર ઘટી જતું થતું હોય છે. ત્યાર બાદ કિડની પર અસર પહોંચવી, ફેફસા પર અસર પહોંચવી અને મગજ ઉપર પણ અસર થવા લાગે છે.
દર્દીએ પ્રવાહી વધુ પીવું જોઈએ
- Advertisement -
નિષ્ણાતોના મતે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ડેન્ગ્યુની ઘાતકતા ખુબ જ વધી ગઈ હતી, પણ આ વર્ષે વાઇરસની આક્રમકતા વધારી છે. તાવ લાંબો સમય સુધી રહે છે. દર્દીના પ્લેટલેટ કાઉન્ટ ખુબ વધારે ઘટી જાય છે. લીવર ઉપર સોજો આવી જાય છે અને બ્લડપ્રેસર પણ ઘટવા લાગે છે. આના કારણે ડોક્ટરની સલાહ મુજબ રિપોર્ટ કરાવી, દેખાડી, દવા લેવી અને પૂરતો આરામ કરવો દર્દી માટે હિતાવહ છે. આ 10થી 15 દિવસ સુધી વધુ ને વધુ પ્રવાહી પીવાનું રાખવું જેનાથી ડેન્ગ્યુની આક્રમકતા ઓછી થઇ શકે છે.
ડેન્ગ્યુના મચ્છરો દિવસે વધારે કરડે:
ડેન્ગ્યુ મચ્છર કરડવાથી થાય છે, આ માટે આજુબાજુમાં કોઈ જગ્યાએ અથવા અગાસી ઉપર કે આસપાસમાં ટાયર અને કુંડા જેવી વસ્તુઓમાં પાણી ભરેલું ન હોવું જોઈએ. કારણ કે, સ્વચ્છ પાણીમાં ડેન્ગ્યુના મચ્છર પેદા થવાની શક્યતા વધારે છે. પાણી જો 5-7 દિવસ ભરેલા રહે તો મચ્છર બ્રીડ અને મચ્છરોમાં વધારો થઇ શકે છે. ડેન્ગ્યુના મચ્છરો દિવસના સમયે કરડતા હોય છે, તેથી દિવસે બહાર જાય તો ફૂલ સ્લીવ કપડાં પહેરવા, પગમાં મોજા પહેરવા, હાફ પેન્ટ ન પહેરવા જેવી કાળજી રાખવી જોઈએ.