જૂનાગઢ શહેરની મઘ્યમાં આવેલ સરકારી બહાઉદ્દીન આર્ટસ અને સાયન્સ કોલેજ પાસેના ડમ્પીંગ યાર્ડનું સ્થળાંતર કરવા વિધાર્થી સંગઠન એન.એસ.યુ.આઇ. દ્વારા રજુઆત કરવામાં આવી છે અને આ અંગે સત્વરે યોગ્ય પગલાં લેવામાં નહિ આવેતો ઉગ્ર આંદોલનની કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. જૂનાગઢ આખાનો કચરો અહિં શહેરની વચ્ચોવચ્ચ ઠલવાતો હોવાથી અભ્યાસઅર્થે આવતાં વિધાર્થીઓ તેમજ આજુબાજુના લોકોએ અસહ્ય દુર્ગંઘનો સામનો કરવો પડે છે. અહીંના ડમ્પીંગ યાર્ડમાં કચરો સડવાથી શહેરીજનો તથા વિધાર્થીઓના આરોગ્ય અંગે ચીંતા વ્યકત કરવામાં આવી હતી. દિવસેને દિવસે ઢગલાબંધ કચરો ઠલવાતા અતિશય ગંદકી અને પ્રદુષણ ફેલાઇ રહ્યું છે ત્યારે આ અગાઉ પણ અનેક રજુઆતો થયા છતાં તંત્ર દ્વારા કોઇ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. શહેરની વચ્ચોવચ્ચ આવેલા આ ડમ્પીંગયાર્ડનું શહેરની બારોબાર સ્થળાંતર થાય તે લોકોના આરોગ્યના હિતમાં રહેશે. આવા ડમ્પીંગ યાર્ડથી રોગ ચાળો વકરતો હોય, અવરજવર કરતાં લોકો એ મુશ્કેલી વેઠવી પડતી હોય તાત્કાલીક આ ડમ્પીંગ યાર્ડ અહિં થી હટાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ પાસથી ડમ્પીંગ યાર્ડ ખસેડવા માંગ

Follow US
Find US on Social Medias