જેતપુર ડાઇંગ ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી મુદ્દે ખારવા સમાજમાં રોષ
માંગરોળ ખારવા સમાજ સહિતના લોકોએ કલેકટરને આવેદન આપ્યું
સૌરાષ્ટ્રની દરિયાઈ જીવસૃષ્ટિના ખોરાકમાં ઝેર અટકાવવા પીએમ સુધી રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
સૌરાષ્ટ્ર ભરમાં વિશાળ દરિયા કિનારો આવેલો છે જેમાં જૂનાગઢ અને પોરબંદર સાથે વેરાવળ દરિયા કિનારાનો મુખ્ય વિસ્તાર આવેલો છે.ત્યારે દરિયાઈ જીવસૃષ્ટિ અને માછીમારોના રોજગાર બચાવવા તેમજ ખોરાકમાં પોહચતા ઝેરને અટકકાવા જેતપુર ડાઇંગ ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉધોગ દ્વારા પોરબંદરના દરીયા કીનારા સુધીની ડીપ – સી ડિસ્પોઝલ માટેની પાઇપ લાઈન પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી મોદીને સંબોધીને જૂનાગઢ કલેકટરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગરોળ ખારવા સમાજ સહીત વિવિધ માછીમારી સાથે સંકળાયેલ આગેવાનો જોડાયા હતા અને જેતપુર ડાઇંગના કેમિકલ યુક્ત પાણી દરિયામાં ઠાલવાના પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો.
માહિતી અને રેકોર્ડના આધારે એવી સમજ મળેલ છે કે, ગુરજરાત હાઇકોર્ટ અને નેકશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફેકટરીઓ વિરૂઘ્ધ ભારદ નદીમાં તેમજ અમદાવાદ ખાતેની સાબરમતી નદીમાં કેમિકલ યુક્ત ફેકટરીના પાણી નાખતા બંધ કરવા માટે ઓર્ડર કરેલ હોય અને તે તમામ કંપનીઓ ગુનેગાર સાબિતજ હોય તેમ છતા તે કંપનીના કેમિકલને ફેકટરીઓ દ્વારા પ્રોપર ટ્રીટ કરવાનાઆદેશને બદલે સરકાર દ્વારા સીધા 2275 કરોડ રૂપિયા ફાળવી કેમિકલ વેસ્ટ કે જે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા મનાઇ કરવામાં આવેલ ગંદા પાણીને હવે ગુજરાતના દરયિામાં નાખવાનની પરવાનગી આપી છે અને તે પ્રોજેકટની જવાબદારી પણ શ્રી સરકાર દ્વારા ગુનેગાર સાબિત થયેલ કંપનીઓને માથે સોંપી છે. જેનો અર્થ એ થાય છે કે આપશ્રી શ્રી સરકાર દ્વારા જનતાના રૂપિયે ફકત અમુક લાભાર્થીઓ માટે અનેકના જીવ લેવાશે જેમાં ખેડૂતો, સાગર ખેડૂઓ, અસંખ્ય દરિયાઇ જીવ પ્રજાપતિ, ભાદર નદી તેમજ તેમને સંલગ્નદીઓનો સમાવેશ થાય છે અને આ જવાબ દેહી રૂપિ મોટા ફુટબોલ જેવી રમત એકબીજાના માથે થોપાતી હોય તેમ જણાય છે.
ડીપ સી ઇન્ફલુઅન્ટ પ્રોજેકટના શરૂઆત સૌ પ્રથમ ઉદ્યોગ ભવન ગુજરાતથી થઇ છે જેમાં ઉદ્યોગ ભવન ગુજરાત દ્વારા ગુજરાત રાજય સરકાર પાસે માંગણી કરીને ગુજરાત રાજ્યના ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણીના પ્રશ્ર્નના નિકાલ માટે અને જમીન બગડે નહી એટલા માટે વ્યવસ્થા કરવામાં આવે અને એ માટે રાજ્ય સરકાર પાસે 3 જગ્યા એ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ માટેની માંગણી કરી જેમાં વડોદરા, સુરત અને જેતપુરની ફેકટરીઓનો સમાવેશ થતો હતો. જયારે ખેડૂતોની જમીનમાંથી પ્રોજેકટની પાઇપલાઇન પસાર થનાર છે તો જયારે પણ લીકેજ થશે તો તે ખેડૂતની જમીન ફરીથી ખેડવા જેવી રહેશે કે નહીં અને તેમનું વળતર કોણ ચુકવશે તેવી કોઇ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી કે કેટલા જીવનામ શેષ થશે. કાર્યવાહીમાં પોરબંદર જિલ્લાના લોકોને પણ વિશ્ર્વાસમાં લીધા વગર કોઇ યોગ્ય કાયદાકીય રાહત અપનાવ્યા વગર સીધી મુખ્ય મંત્રીશ્રીના હસ્ત મંજૂરી આપી દેવામાં આવી છે જે કાયદા સુસંગત વાત લાગતી નથી. ચાલો થોડીવાર પરંતુ માની લઇએ કે જેતપુરના 2000થી વધુ ડાઇંગ ઉદ્યોગની ફેકટરીઓ છે અને એ તમામ ઇમાનદારીથી સરકારશ્રીની પુરી ગાઇડલાઇન અનુરૂપ કાળજીરાખીને પાણી શુઘ્ધ કરીને સીઇપીટી પ્લાન્ટમાં પાણી નાખ્યુ અને એમાંથી જો 1400 જેટલી ફેકટરી એવી હશે કે સરકારશ્રી ગાઇડ લાઇનનું પાલન ના કરે કેમ કે એમને કલોઝર નોટીસ મળેલ છે અને તે કંપનીનો કડદો એ 120 કિ.મી. લાંબી પાઇપમાં નાખી અને દરિયામાં વહાવી દે તો તે કેમીકલ યુકત પાણી દરિયામાં નાખતુ કોણ અટકાવી શકશે અને કોની જવાબદારી રહેશે ? હકીકતમાં ગયા વર્ષે જ ગાંધીનગર દ્વરા જેતપુરના ડાઇંગ ઉદ્યોગને કલોઝર નોટીસ આપેલ હતી. આ પાઇપલાઇન ઉપલેટા, માણાદર, કુતિયાણા થઇને ખેતીની જમીનમાંથી પસાર થશે અને જયારે લાઇન ફોલ્ટ કે લીકેજ થશે ત્યારે હજારો વિઘા ેતીની જમીન કે પાકમાં ઝેરી પાણી ફરી વળશે ત્યારે ખેડૂતોના શું હાલ થશે ? આ પ્રોજેકટમાં ખેડૂતોને નુકશાન અંગેની અને વળતરની કોઇપણ જવાબદારી સકરકાર દ્વરારા લેવામાં આવેલ નથી કેકોઇપણ ઉધોગને જવબદારી સોંપવામાં આવેલ નથી કે સ્પષ્ટતા કરવામાં આવેલ નથી. મરે તો ખેડૂત મરે ઉદ્યોગને ફાયદો અહીં કરાવવાની વાત છે. જે બાબતે માંગરોળ ખારવા સમાજના પટેલ ધનસુખભાઇ પ્રેમજીભાઇ ગોસીયા તેમજ વેલજીભાઇ મસાણી સહિતના ખારવા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને આ પ્રોજેકટનો વિરોધ કરી રદ કરવાની માંગણી કરી હતી.