ખાસ-ખબર સંવાદદાતા
થોડા સમય પહેલાં ઉનાના સિમાસી ગામે પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ રફીક ભાઈ વાકોટની સીમાસી ગામના જાપામાં રૂપેણ નદીના પુલ ટ્રક ચડાવીને નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી જે આરોપી સીમાસી ગામનો જ હતો એજાઝ અબ્બાસ જુણેઝા જેની પોલીસ દ્વારા સાવરકુંડલાના બેડીયા ગામેથી ધરપકડ કરવામાં આવી હતી બે દિવસ પહેલા તેને કોર્ટ હાજર કર્યો હતો અને કોર્ટ દ્વારા તેને ચાર દિવસ ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા આજથી આઠ મહિના પહેલા સિમાસી ગામ માં જૂથ અથડામણમાં બે હત્યા થય હતી જેમાં એક વ્યક્તિ અબ્બાસ જુણેજાનો દીકરો એજાઝ અબ્બાસ જુણેજા ની હત્યા થય હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે અબ્બાસ જુણેજાની હત્યા થઈ હતી તેની જૂની અદાવત રાખી તેના દીકરા એજાજ અબ્બાસ જુણેજા એ આ વેર વાળ્યું હતું તે જાણવા માં બહાર આવ્યું હતું એના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાના સમસ્ત ઘાંચી મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા વડા મથકે એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આરોપીને કડક સજા થાય અને આની પાછળ જે લોકો સંનડોવાયેલા છે તેની પણ ધરપકડ કરવામાં આવે તેવી સમસ્ત ઘાંચી મુસ્લિમ સમાજના અધ્યક્ષ સુલેમાંનભાઈ ગઢીયા દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનમાં સમસ્ત ઘાંચી મુસ્લિમ સમાજના પુરા જિલ્લા ના તમામ આગેવાન પ્રમુખો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને કડક સજાની માંગ કરી હતી.