દુનિયાની સૌથી મોટી ઇવેન્ટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઇ ગઇ છે. આ વર્ષ બોલિવુડ માટે આ ઇવેન્ટ ખૂબ ખાસ છે, કારણકે એકટ્રેસ દીપિકા પદુકોણ પણ તેમા ભાગ લેશે પરંતુ જુરી મેમ્બર રૂપે.
- Advertisement -
75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી દીપિકા પાદુકોણના લુકની ફોટો સામે આવી ગઇ છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
દીપિકાનો શિમર લુક
દીપિકા સબ્યસાચીની ડિઝાઇનર ગોલ્ડ અને બ્લેક કલરની શિમરી સ્ટ્રાઇપ્ડ સાડી પહેરીને પહોંચી, જેમાં તે એકદમ સુંદર લાગી રહી હતી. આ સુંદર સાડીની સાથે દીપિકાએ હાઇબન અને ગોલ્ડન હેન્ડબેગની સાથએ એક્સેસરીઝ મેચ કરી હતી. તેમની સાથે તેમણે સબ્યસાચી જવેલરીની બંગાળ રોયલ કલકશનથી શૈડલિયર ઇયરિંગ્સ પહેર્યા હતા.
- Advertisement -
મેકઅપ
જયારે દીપિકાના મેકઅપની વાત આવે તો, તેમણે ડ્રેમેટિક વિંગ્ડ આઇલાઇનર અને મસ્કરા લગાવ્યા, જે તેમના લુકને હાઇલાઇટ કરતા હતા. તેમની સાથે જ તેમણે ન્યુડ લિપસ્ટિક લગાવી હતી.
આ પહેલા દીપિકાનો જ્યુરી લુક
આ પહેલા ઓપનિંગ સેરેમની દરમ્યાન તેમણે સબ્યસાચી પ્રિન્ટેડ શર્ટ અને એમરાલ્ડ ગ્રીન પૈન્ટસ પહેરી અને મેસી બન બનાવીને હેડ સ્કાર્ફ એક્સેસરીઝ પહેરી હતી. તેમના આ લુક સાથે તેમણે મલ્ટીકલર જેમસ્ટેન અને અનકટ ડાયમંડ નેકલેસ અને ડાયમંડ ઇયરરિંગ્સ પહેર્યા હતા.