બોલિવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણને ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ થતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની તબિયત બગડતા તેને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બરની રાતે દીપિકાને ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ થઈ હતી જેને પરિણામે તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. ફરજના પરના ડોક્ટરોએ દીપિકાના ઘણા ટેસ્ટ કર્યાં હતા જેમાં લગભગ અડધો દિવસ લાગ્યો હતો જોકે સારવારને અંતે દીપિકાને રજા આપી દેવાઈ હતી.
- Advertisement -
ડોક્ટરોએ દીપિકાના કેટલાક ટેસ્ટ કર્યાં
ડોક્ટરોએ દીપિકાનું હેલ્થ ચેક કર્યું હતું અને કેટલાક ટેસ્ટ પણ કર્યાં હતા જોકે હાલમાં તેની તબિયત સારી છે અને તેને રજા આપી દેવાઈ હોવાનું પણ જણાવાય છે. દીપિકાની ટીમ દ્વારા તેની તબિયતને લઈને કોઈ હેલ્થ અપડેટ જાહેર કરાયું નથી. દીપિકા બીજી વાર બીમાર પડી છે.
પ્રોજેક્ટના શુટિંગ વખતે પણ દીપિકાની તબિયત ખરાબ થઈ હતી
ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા પણ દીપિકા પાદુકોણને હોસ્પિટલમાં ભરતી કરાવવી પડી હતી. હાર્ટ રેટ વધવાને કારણે બેચેની થતા તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. તે સમયે દીપિકા સાઉથ સુપરસ્ટાર પ્રભાસની સાથે ફિલ્મનું શુટિંગ કરી રહી હતી. દીપિકા બોલિવૂડની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે, જેને બોલિવૂડ અને વિદેશમાં ખૂબ માન મળ્યું છે. હાલ તેમની ટીમ દ્વારા તેમની તબિયતની લેટેસ્ટ અપડેટ નથી અપાયું પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, તેઓ હવે ઠીક છે અને તેમની તબિયતમાં પહેલાથી જ સુધારો થઇ રહ્યો છે.
ચાહકોના વધ્યાં ધબકારા
- Advertisement -
પોતાની પ્રિય હીરોઈનની ખરાબ તબિયતના સમાચાર આવતાં ચાહકોમાં ચિંતાનું મોજું ફેલાયું હતું જોકે હાલમાં તેની તબિયત સારી છે અને તેને બીજી કોઈ પણ પ્રકારની તકલીફ નથી.