By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    13 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    13 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    14 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    11 hours ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    11 hours ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    11 hours ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    11 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    4 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    12 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    13 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 day ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અવસાન નોંધ, મરણ નોંધ, ઉઠમણું-બેસણું અને શ્રદ્ધાંજલિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > અવસાન નોંધ, મરણ નોંધ, ઉઠમણું-બેસણું અને શ્રદ્ધાંજલિ
AuthorBhavy Raval

અવસાન નોંધ, મરણ નોંધ, ઉઠમણું-બેસણું અને શ્રદ્ધાંજલિ

Khaskhabar Editor
Last updated: 2022/02/01 at 1:51 PM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE

– ભવ્ય રાવલ

ગુજરાતી અખબારો-પત્રોમાં અવસાન નોંધ કે મરણ નોંધ ઘણા દસકોથી છપાતી આવે છે. ગુજરાતી અખબારો-પત્રોમાં પ્રકાશિત થતી મરનારની નોંધને મરણ નોંધ કહેવાય છે. અવસાન પામનાર વ્યક્તિની અખબારમાં છપાતી નોંધ એટલે અવસાન નોંધ. મોટેભાગે તે અખબારો-પત્રોના દૃતીય અથવા તૃતીય પાનાં પર પ્રકાશિત કરવામાં આવે છે. ગુજરાતી અખબારો-પત્રોમાં છપાતી અવસાન નોંધ, મરણ નોંધ, શ્રદ્ધાંજલિમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ, તારીખ, તિથી, ઉઠમણા, બેસણાની માહિતી અને પરિવારના સભ્યોની વિગત હોય છે. શ્રદ્ધાંજલિમાં ક્યારેક શોક સંદેશ કે શાયરી પણ હોય છે. અને હા, ન માત્ર માણસ પરંતુ ક્યારેક પરિવારના અભિન્ન અંગ બની ગયેલા પાલતું પ્રાણીઓની પણ શ્રદ્ધાંજલિ અખબારમાં જોવા મળતી હોય છે અને એના પણ ઉઠમણાં – બેસણા થતા હોય છે.

- Advertisement -

ગુજરાતી અખબારોમાં હિંદુ, મુસ્લિમ, પારસી, જૈન પરિવારો દ્વારા અપાતી અવસાન નોંધ, મરણ નોંધ અને શ્રદ્ધાંજલિ જોઈ શકાય છે. તેને શોક સંદેશ પણ કહી શકાય. ગુજરાતી અખબારોમાં મોટાભાગે હિંદુઓની અવસાન નોંધ અને શ્રદ્ધાંજલિ આવતી હોય છે. પારસીઓ અને મુસ્લિમોમાં અવસાન નોંધ અને શ્રદ્ધાંજલિ આપવાનું ચલણ ઓછું છે. જોકે હવે સમય બદલાયો છે ત્યારે જેઓ દરરોજ મુંદ્રાથી લઈ મુંબઈ સુધીના ગુજરાતી અખબારોમાં નજર નાખતા હશે તેઓને અવારનવાર મુસ્લિમ, પારસી, જૈન, વ્હોરાની અવસાન નોંધ અથવા શ્રદ્ધાંજલિ પણ જોવા મળતી હશે. અવસાન નોંધ આપનાર અને લખનાર બંનેએ એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઘણી અવસાન નોંધમાં રાખેલ છે, થયેલ છે જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. રાખેલ છે, થયેલ છે જેવા શબ્દો સાચા નથી. અવસાન નોંધમાં લખાવા જોઈએ એ સાચા શબ્દો છે – થયું છે, રાખ્યું છે. આમ છતાં ઘણી અવસાન નોંધમાં થયેલ છે, રાખેલ છે જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.

ગુજરાતી અખબારો જન્મની નોંધ છાપી આપતા નથી, મરણની નોંધ છાપી આપે છે. એ મુજબ પણ મરણ નોંધનું મહત્વ છે. જો કોઈ વ્યક્તિનું કુદરતી અવસાન થાય તો તે વ્યક્તિના પરિવાર-કુટુંબ તરફથી અખબારમાં અવસાન નોંધ આપવામાં આવે છે જેમાં અવસાન પામેલી વ્યક્તિ વિશે આપેલી નોંધ અખબાર દ્વારા લઈ લેવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિનું કુદરતી અવસાન થતું નથી તો અકસ્માતમાં મરનાર વ્યક્તિની નોંધ અખબારને વિવિધ સ્થાનો આપોઆપ આપી દેતા હોય છે, અથવા અખબારના ખબરપત્રીઓ એ ખુદ મેળવી લેતા હોય છે. આ રીતે પણ ઘણીવાર મરનારની નોંધ સમાચારસ્વરૂપે અખબારોમાં આવી જતી હોય છે. આ સાથે અન્ય એક ઉડીને આંખે વળગવા જેવી વાત છે, સામાન્ય માણસના મૃત્યુની નોંધ કરતા જાણીતા માણસના મૃત્યુની નોંધને અખબારમાં વધુ સ્થાન મળતું હોય છે. જેના અલગઅલગ ઘણા કારણો હોય શકે. આટલું જ નહીં પરંતુ..

ગુજરાતી પત્રકારત્વ સહિત સૌ કોઈએ અગાઉથી જ એ સ્વીકારી લીધું છે કે, મૃત્યુ પામનાર દરેક વ્યક્તિ સ્વર્ગમાં જ જાય છે. એ દેવલોક જ જાય છે, શ્રીજીચરણ જ હોય છે, કૈલાસવાસી જ થાય છે. અરિહંતશરણ જ પામે છે. અલ્લાહ પાકની રહમતમાં જ પહોંચે છે. ગમે તેવી સારી-ખરાબ વ્યક્તિ હોય મરનારની અવસાન નોંધ, શ્રદ્ધાંજલિમાં નામની આગળ સ્વ. જ લખાય છે. છપાય છે અને વંચાય છે. ગુજરાતી પત્રકારત્વ સહિતની દુનિયામાં મરનાર વ્યક્તિ નર્કમાં જતી નથી. જન્નત નશીન જ થાય છે. દોઝકમાં જતી નથી. અવસાન નોંધમાં સ્વ. સાથે તેના નામની આગળ ક્યારેક શ્રી/શ્રીમતી પણ વાચવા મળે અને ક્યારેક ગં.સ્વ. પણ. મરનારની નોંધમાં દરેક વ્યક્તિને આદર-સન્માન અપાઈ છે. ઊંચનીચના ભેદભાવ કે તેની કરમકુંડલી જોવામાં આવતી નથી. ગુજરાતી અખબારો અવસાન નોંધ નિ:શુલ્ક – મફત – વિનામૂલ્યે છાપી આપે છે પરંતુ ફોટોવાળી કે અન્ય શોક સંદેશ સાથેની વિસ્તૃત માહિતીવાળી શ્રદ્ધાંજલિના પૈસા વસૂલે છે. ક્યારેક એક આખા પાનાંની શ્રદ્ધાંજલિ અખબારમાં આવે છે. કોલમ – સેન્ટીમીટરના ભાવ મુજબ દરેક અખબારોમાં શ્રદ્ધાંજલિના ભાવ અલગ-અલગ હોય છે. મરનાર વ્યક્તિના બેસણા – ઉઠમણાની માહિતી આપતી અવસાન નોંધ – મરણ નોંધ કોઈપણ અખબાર એકવાર વિનામૂલ્યે પ્રસિદ્ધ કરી આપતું હોય છે પરંતુ ત્યારબાદ માસિક કે વાર્ષિક પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ પ્રસિદ્ધ કરવાના કોલમ – સેન્ટીમીટર મુજબ ભાવ ચૂકવવા પડે છે.

- Advertisement -

કેટલાંક ગુજરાતી અખબારોના જાહેરખબર વિભાગ સંબંધિત માર્કેટિંગ વિભાગના માણસો સ્મશાનમાંથી મરનારના સગા-સંબંધીઓનો સંર્પક મેળવી સવિનય જાહેરખબર સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવા જણાવે છે.

ગુજરાતી અખબારોમાં ક્યારેક જગ્યાનો અભાવ હોય અને અવસાન નોંધ વધુ પ્રમાણમાં હોય તો કેટલાંક સમાચારો અને જાહેરાતો કાઢીને પણ અવસાન નોંધને સ્થાન આપવામાં આવે છે. ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં આજ સુધી એવી કોઈ ઘટના બન્યાનું જાણ નથી કે મૃતકના પરિવાર તરફથી આપવામાં આવેલી અવસાન નોંધ અખબાર દ્વારા છાપી દેવામાં આવી ન હોય. ફક્ત ગુજરાતી પત્રકારત્વ જ નહીં પરંતુ ગુજરાતમાં વસતા અને ગુજરાત સાથે સંબંધ ધરાવતા દરેક વ્યક્તિ અવસાન નોંધની અગત્યતા અને અનિવાર્યતા સ્વીકારે છે. ક્યારેક વિદેશમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને અહીં ગુજરાતી અખબારમાં તેની અવસાન નોંધ પણ વાંચવે મળે. વળી, એ વાંચતાવાંચતા જ જાણ થાય કે આ તો આપણા સગા, સ્નેહી, સ્વજન છે અને આપણે એકાએક દુ:ખી થઈ જઈએ. નોંધનીય બાબત એ છે કે, દરેક વખતે ઓળખીતા, જાણીતા મૃતકની નોંધ વાંચી હૈયું એકાદ ધબકારો ચૂકી જાય એવું પણ હોતું નથી. ક્યારેક કોઈ મૃતકની નોંધ હાશકારો પણ આપી જતી હોય છે. ગુજરાતી અખબારોમાં દુ:ખદ અવસાન બહુ સામાન્ય શબ્દ છે. સ્વાભાવિક છે કે કોઈપણ વ્યક્તિનું અવસાન દુ:ખદ જ ગણાય આમ છતાં અમુક વ્યક્તિનું અવસાન એકલદોકલ વ્યક્તિ માટે આનંદદાયી પણ હોય શકે છે.

વધુ એક રસપ્રદ બાબત. ગુજરાતી પત્રકારત્વમાં દૈનિક અખબારોની સૌથી મોટી ખાસિયત અવસાન નોંધ છે. ગુજરાતી દૈનિકો અવસાન નોંધ વિના અધૂરા છે. આજે સમાચારો પ્રસિદ્ધ કરવાની બાબતમાં ડિજીટલ મીડિયા પ્રિન્ટ મીડિયાથી ઘણું આગળ છે પરંતુ અવસાન નોંધ પ્રસિદ્ધ કરવાની બાબતમાં પ્રિન્ટ મીડિયાનો હજુ પણ કોઈ વિકલ્પ નથી. અખબારમાં આવેલી અવસાનની નોંધ કે સમાચાર દસ્તાવેજીકરણ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થતા આવ્યા છે. શહેર કે ગામમાં વસતા સૌ કોઈને પરિવારની વ્યક્તિ અવસાન પામી છે તેની જાણકારી આપવા તથા ઉઠમણા – બેસણાની માહિતી પહોચાડવા પારિવારિક સભ્યો દ્વારા અખબારોમાં આપવામાં આવતી અને અખબારો દ્વારા પ્રસિદ્ધ થતી અવસાન નોંધ, મરણ નોંધ, શ્રદ્ધાંજલિ અતિ અગત્યની સાબિત થતી આવી છે. એવું ન કહેવાય કે, અખબારો વિનામૂમૂલ્યે અવસાન નોંધ છાપીને પોતાનો સમાજધર્મ – અખબારીધર્મ અદા કરે છે. ગુજરાતી દૈનિકો દરરોજ વિનામૂલ્યે અવસાન નોંધ પ્રસિદ્ધ કરી મરનારને શબ્દાંજલિ આપતા રહે છે એમ પણ કહી શકાય.
વધારો : ગુજરાતી, મુસ્લિમ અને પારસી અવસાન નોંધના નમૂના

દુ:ખદ અવસાન
મૂળ …. હાલ …. સ્વ.શ્રી. …. (ઉ.વ. ….) તેઓ …. ના પુત્ર, …. ના પતિ, …. અને …. ના પિતા તથા …. ના સસરા, …. ના નાના ભાઈ તથા …. ના જમાઈનું તા. …. ના રોજ દુ:ખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું / ઉઠમણું / પ્રાર્થનાસભા / શોકસભા તા. …. ને ….. વારના રોજ સવારે / સાંજે ….થી …. વાગ્યા દરમિયાન …. ખાતે રાખવામાં આવ્યું / આવી છે.

ખીરાઝે અકીદત
સલામ બાદ આમ મુસ્લિમ બિરાદરોને જાણ કરવામાં આવે છે કે અમારા દાદા …. (ઉ. વ. ….) જે …. ના પિતા અને …. ના ભાઈ તથા …. મામા તેમજ …. ના સગા અંગ્રેજી તારીખ …. ને …. વારના રોજ અલ્લાહ પાકની રહમતમાં પહોંચી ગયા છે. મરહુમની મગફેરત માટે તેમની જ્યારત અંગ્રેજી તારીખ …. ને …. વારના રોજ …. મુકામે રાખવામાં આવી છે.

પારસી મરણ નોંધ
…. તે …. ના ખાવિંદ. તે …. ના દીકરા, તે …. ના ભાઈ, તે …. અને …. ના બાવાજી, તે …. ના અંકલ, તે મરહુમ …. તેમજ …. ના બ્રધર-ઈન-લોનું (ઉ.વ. ….) રે. ઠે. …. ઉઠામણાની ક્રિયા તા. : …. ના રોજે બપોરે …. કલાકે …. માં થશેજી.

ગુજરાતી અખબારોમાં ક્યારેક જગ્યાનો અભાવ હોય અને અવસાન નોંધ વધુ પ્રમાણમાં હોય તો કેટલાંક સમાચારો અને જાહેરાતો કાઢીને પણ અવસાન નોંધને સ્થાન આપવામાં આવે છે, ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં આજ સુધી એવી કોઈ ઘટના બન્યાનું જાણ નથી કે મૃતકના પરિવાર તરફથી આપવામાં આવેલી અવસાન નોંધ અખબાર દ્વારા છાપી દેવામાં આવી ન હોય, ફક્ત ગુજરાતી પત્રકારત્વ જ નહીં પરંતુ ગુજરાતમાં વસતા અને ગુજરાત સાથે સંબંધ ધરાવતા દરેક વ્યક્તિ અવસાન નોંધની અગત્યતા અને અનિવાર્યતા સ્વીકારે છે.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી હિંદુ ધર્મના સૌથી રહસ્યમય અંકનું મૂલ્યાંકન!
Next Article ‘કહો ઔર કાન પકડ લો’ વાલી નઝમેં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?