ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢની પ્રતિભાશાળી વિદ્યાર્થીની ગોરાસા કૃષ્ણાબેન કાંતિભાઇએ ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં 99.35 પીઆર મેળવીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે અને શાળાનું, સમાજનું તેમજ શહેરનું ગૌરવ વધાર્યું છે. કૃષ્ણાબેને કુલ 700માંથી 644 ગુણ પ્રાપ્ત કર્યા છે. દેવીપૂજક સમાજની દીકરી કૃષ્ણાબેન જૂનાગઢના મજેવડી ગેટ બહાર આવેલા ચૂનારાવાસ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક નાનકડી ઝૂંપડીમાં રહે છે. તેમના પિતા કાંતિભાઇ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા આશાબેન તથા બે નાની બહેનો લક્ષ્મી અને રિંકલ તથા નાનો ભાઈ તૃષાલ છે. આર્થિક રીતે નબળી પરિસ્થિતિ હોવા છતાં પણ કૃષ્ણાબેને અવિરત મહેનત અને દૃઢ ઈચ્છાશક્તિ દ્વારા આ સિદ્ધિ મેળવી છે. ખાસ ઉલ્લેખનીય છે કે કૃષ્ણાબેન ધોરણ 1થી ધોરણ 12 સુધી દરેક ધોરણમાં સતત પ્રથમ ક્રમમાં રહીને અભ્યાસ કર્યો છે. વિશેષ નોંધનીય છે કે તેમણે ધોરણ 10માં પણ 98.01 ઙછ સાથે ઉત્તીર્ણ થવાની મોટી સફળતા હાંસલ કરી હતી. તે પણ આજેના મોંઘા ઓનલાઇન ક્લાસિસ કે ટ્યુશન ક્લાસીસ લીધા વિના પોતાનાં અભ્યાસથી આ સિદ્ધિ મેળવી છે.