પરિણીત સ્ત્રીઓ પ્રેમમાં કે લાગણીમાં પડતી નથી અને તેમની સાથેનો સંબંધ ખૂબ સેફ રહે છે
મેધા પંડ્યા ભટ્ટ
લેટ્સ ડેટની પહેલી સ્ટોરી પબ્લીશ થઇ તેની સાથે જ મને અનેક જાણીતા મિત્રોના ફોન આવ્યા. તો ફેસબૂક અને ઇન્સ્ટામાં અનેક અજાણ્યા લોકોએ મારી સાથે ચર્ચાઓ પણ કરી. ફક્ત યુવતીઓ જ દયામણી હોય કે તેને જ તકલીફ થાય તેવું નથી એમ કહેનારા પણ હતા, તો સાથે જ યુવતીની જ ભૂલ હતી અને તેણે વારંવાર બીજા લોકોને ડેટ કરવી જ ન જોઇએ તેવી સલાહ ભરેલી વાતો કરનારા પણ હતા.
- Advertisement -
મને લોકોએ હકારાત્મક કે નકારાત્મક ચર્ચાઓ કરી તેની સામે કોઇ જ વાંધો નથી. મને આનંદ એ વાતનો છે કે લોકોએ તે સ્ટોરી વિશે મારી સાથે ચર્ચા કરી. દર અઠવાડિયે આ સ્ટોરીઝ લખવાનું કારણ માત્ર એટલું જ છે કે હાલમાં લોકો સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા પોતાની લાગણીને તકલીફમાં મૂકી રહ્યા છે. પ્રેમ અને વિશ્વાસ લોકોના મનમાંથી ઓછો થવા લાગ્યો છે. આવા બહારના સંબંધોના કારણે ઘરના સંબંધો પર પણ લોકો વિશ્વાસ કરતા બંધ થઇ ગયા છે. તેવામાં આવા જ સંબંધોથી ઘેરાયેલા અને પ્રેમ અને વિશ્વાસ શબ્દને પોતાની ડિક્શનરીમાંથી બહાર કાઢી ચૂકેલા એક યુવકની આજે વાત કરીએ. તેનું નામ રવિ છે. (અહીં નામ બદલેલ છે.) રવિને હું ટનટન નામની ડેટીંગ એપ પર મળી અને પછી અમે ઇન્સ્ટાગ્રામ આઇડી શેર કર્યું. તે ખૂબ સારો આર્ટીસ્ટ અને એનઆઇડી સ્ટુડન્ટ છે. અમદાવાદની નજીકના શહેર આણંદથી રોજ અમદાવાદમાં નોકરી માટે અપ-ડાઉન કરે છે. દિવસ દરમિયાન જ્યારે પણ ફ્રી હોય તે ડેટીંગ એપ પર ચેટ કરે છે અને સમય મળે તો મહિલાઓને ડેટ પણ કરે છે. મહિલાઓને એટલા માટે કે તેને યુવતીઓમાં વધારે રસ પડતો નથી. શા માટે અને કેમ તે વાત રવિ પાસેથી તેના શબ્દોમાં જ સાંભળીયે.
હું ઘણી બધી ડેટીંગ એપ પર એક્ટિવ છું. 2014માં એક વર્ષ દરમિયાન વી ચેટ અને ટેન્ગો નામની એપથી અનેક યુવતીઓ અને મહિલાઓને ડેટ કરી પણ તેમાંથી શારીરિક સંબંધ ફક્ત ચાર કે પાંચ જણા સાથે જ રહ્યા હતા. જોકે તેમાં તમામ મહિલાઓ જ હતી. હાલમાં છેલ્લા ચાર-પાંચ મહિનાઓથી ફરીથી ડેટીંગ એપ પર એક્ટિવ થયો છું. જેમાં વી ચેટ, ટન ટન, ટીંડર, મીટ મી તેમજ ઇન્સ્ટા પર પણ ક્યારેક કોન્ટેક્ટ થાય તો ડેટ કરું છું. સૌથી વધારે ટીંડર અને ટન ટન એપનો ઉપયોગ કરું છું. વાતો અનેક લોકો સાથે થાય છે પણ ડેટ પર જવા માટે મોટાભાગે પરિણીત મહિલાઓ વધારે યોગ્ય લાગે છે. તેઓ તૈયાર પણ સરળતાથી થઇ જાય છે. અત્યાર સુધીમાં 40 – 45 થી વધારે મહિલાઓને ડેટ કરી ચૂક્યો છું. જેમાં મોટાભાગે બધી પરિણીત મહિલાઓ જ રહી છે. જેમાં 20 – 25 લોકો સાથે શારીરિક સંબંધ બંધાયા છે.
કુંવારી યુવતીઓ ડેટીંગ એપ પર હોય છે પણ તેમના નખરા અનેક હોય છે. ડેટીંગ એપ પર હોવા છતાંય અને આ એપ શા માટે છે, તે જાણતી હોવા છતાંય વાતો એવી રીતે કરતી હોય છે કે જાણે પોતે ખૂબ શરીફ હોય છે. કોલેજ જતી યુવતીઓ કે નોકરી કરતી યુવતીઓને મોટેભાગે હરવા ફરવા અને શોપિંગ કરાવવા કે તેમની પર ખર્ચા કરી શકે તેવા યુવકોની જ જરૂર હોય છે.
- Advertisement -
2014ના સમયના એક અનુભવની વાત કરું. મારો સંપર્ક 45 વર્ષની આણંદની એક પરિણીત મહિલા સાથે થયો. તેમના પહેલા લગ્ન દિલ્હી થયા હતા. તેમને બે દિકરીઓ પણ હતી. દારૂની આદત હોવાના કારણે તેમના પતિનું મૃત્યુ થયું તો તેઓ આણંદ પાછા આવ્યા. ફરીથી બીજા લગ્ન કર્યા. તેમના પતિની ઉંમર વધારે હોવાથી શારીરિક સુખ તેમને મળી શકતું નહોતું. તેથી વી ચેટ પર અમારો સંપર્ક થતા અમે બંને મળ્યા. અમારી ચાર-પાંચ મુલાકાત થઇ. શારીરિક સંબંધ પણ બંધાયા. અહીં એક વાત કહીશ કે તે મહિલા તેમની નાની દિકરી સાથે મને મળવા આવતા. હું અને તે મહિલા જેટલો સમય હોટલરૂમમાં રહેતા તેટલો સમય તેમની દિકરી આજુબાજુની કોઇ રેસ્ટોરા કે કેફેમાં બેસતી. તેમની દિકરીને પણ આ વાતની જાણ હતી. કોલેજમાં હતી, તેથી માતાની પરિસ્થિતી અને સોતેલા બાપનો ત્રાસ તેને ખબર હતી. તેથી તે તેની મમ્મીના સપોર્ટમાં હતી. આવી મહિલાઓને ફક્ત શારીરિક સુખની જ જરૂર હોય છે. અમારા મળવાની વાત તેમના બીજા પતિથી થયેલા પુત્રને ખબર પડી જતાં અમારું મળવાનું બંધ થયું. જોકે તે મહિલાએ ત્યારબાદ મને અનેક વખત સંપર્ક કર્યા પણ હું કોઇપણ પ્રકારના ખોટા પ્રોબ્લેમમાં ફસાવા માગતો નહોતો. તેથી મેં હંમેશા માટે સંપર્ક તોડી નાખ્યો. તે પછી એક વર્ષ દરમિયાન 20 – 25 મહિલાઓ અને યુવતીઓને ડેટ કરી. જેમાં 4 – 5 મહિલાઓ સાથે સંબંધ રહ્યા પણ તેમાં કોઇ તકલીફ પડી નહીં.
ચાર વર્ષ બાદ ફરીથી થોડા મહિનાઓ પહેલા નવી આવેલી ડેટીંગ એપ ડાઉનલોડ કરી. વી ચેટ પર તો હતો જ સાથે જ ટીંડર અને ટન ટન પણ ઊમેરી. થોડા સમય પહેલા જ ટન ટન એપ પર એક યુવતી સાથે ચેટીંગ કરી રહ્યો હતો. હું મારી વાતોમાં ખૂબ સ્ટ્રેઇટ છું. ડેટીંગ એપ પર જે સ્ટેટસ રાખવામાં આવે છે, તેમાં લોકો સ્પષ્ટ રીતે પોતાના પોઇંટ લખતા હોય છે કે ફ્રેન્ડશીપ માટે છે, રીલેશનશીપ માટે છે કે ફક્ત હુકઅપ (શારીરિક સંબંધ) માટે છે. તેમ છતાંય યુવતીઓ પોતાની પ્રોફાઇલમાં હંમેશા જે લખાય છે, તે તેમને મળ્યા પછી ખોટું હોય તેવું સાબિત કરે છે. હું જે યુવતીની વાત કરું છું તેની સાથે ડેટ પર મળ્યા તો તેણે પહેલી મુલાકાતમાં જ કહ્યું કે તેની શું ડિમાન્ડ છે. તેને શોપિંગ કરાવે તેવા યુવકોમાં વધારે રસ હતો. ફક્ત હરવા ફરવા માટે જ કોઇની જરૂર હતી. ફક્ત ખર્ચા કરાવવા માગતી યુવતીઓમાં મને વધારે રસ પડતો નથી. ખર્ચો કરામાં વાંધો નથી પણ ખોટો ઉપયોગ કરી જાય તેવી યુવતીઓ વિશે ઘણું સાંભળ્યું છે. તેથી આ યુવતીઓથી હું ચેતીને રહું છું.
હું મોટાભાગે પરિણીત મહિલાઓની સાથે સંબંધ રાખવામાં વધારે માનું છું કારણકે તેઓ પોતે લાઇફમાં સેટ હોય છે. યુવતીઓ સાથે સંબંધ રાખવામાં તકલીફ એ છે કે પછી ઓવર પઝેસીવ અને ઇમોશનલ થવા લાગે તો પરાણે ગળે પડવા લાગે છે. આજના સમયમાં અને વ્યસ્ત કામમાં કોઇ સતત અટેનશન માંગે તો હું આપી શકું તેમ નથી. હું નહીં કોઇપણ યુવક કે પરિણીત પુરુષ આપી શકે નહીં. પરિણીત મહિલાઓમાં આવી તકલીફ પડતી નથી. તેઓ પોતે મેચ્યોર અને સમજુ હોવાથી અને તેમનું પણ ફેમીલી હોવાથી આવી પરીસ્થિતીને સમજી શકે છે. ફક્ત શારીરિક સુખ સિવાય તેમની કોઇ જ અપેક્ષા હોતી નથી.
હું એક એવી 50 ની ઉંમરની મહિલાને પણ ડેટ કરી રહ્યો છું, જેને ફક્ત શારીરિક જરૂરીયાત જ છે. તે મુંબઇ રહે છે પણ અમદાવાદમાં કોઇ કેસ ચાલતો હોવાથી અહીં વારંવાર આવવાનું થાય છે અને જ્યારે પણ અહીં આવે ત્યારે અહીં હોટલ રાખીને બે કે ત્રણ દિવસ રોકાય છે. તે સમયે મને મળવા બોલાવે છે અને અમે મળીયે છીએ. આ સિવાય અમાદાવાદમાં અન્ય 4-5 મહિલાઓને પણ મળ્યો છું. પરિણીત મહિલાઓની ફક્ત એક જ જરૂરીયાત છે કે તેમને શારીરિક સંબંધમાં સંતુષ્ટિ મળવી જોઇએ. તેમની તે સિવાય કોઇ જ અપેક્ષા હોતી નથી. ઘણીબધી મહિલાઓની લાઇફ વિશે પણ જાણ્યુ છે, તે બધામાં એક જ બાબત કોમન છે કે કામમાં વ્યસ્તતાને લીધે કે બિઝનેસ ટૂરને લીધે સતત વ્યસ્ત રહેતા તેમના પતિ તરફથી સંપૂર્ણ સંતોષ તેમને પ્રાપ્ત થતો નથી. આજની મહિલાઓ પણ હવે પોર્ન વીડિયો જોતી હોય છે. તેથી તે મુજબ ઓરલ અને ફોરપ્લેમાં તેમને વધારે રસ પડે છે. આ પ્રકારનો સંતોષ પતિ પાસેથી મળતો નથી. (જોકે તેના અનેક કારણો છે. જે અહીં ચર્ચા કરવા જેવા નથી.) તેથી તેઓ આ પ્રકારની ડેટીંગ એપ પર જોવા મળે છે અને મોટાભાગે તેમનાથી નાની ઉંમરના યુવાનોને જ સંબંધ બાંધવા માટે પસંદ કરે છે. જેથી તેમને પૂરતો સંતોષ પ્રાપ્ત થઇ શકે.
હું હાલમાં પણ યુવતીઓ સાથે અને મહિલાઓ સાથે સતત ચેટ કરતો રહું છું. જેમાં યુવતીઓ તો ડેટીંગ એપને મેટરીમોનિઅલ સાઇટ સમજીને જ વાતો કરતી હોય છે. જ્યારે પરિણીત મહિલાઓની મેચ્યોરીટી ખરેખર મને પસંદ છે. ખૂબ જ સ્ટ્રેટ ફોરવર્ડ અને સ્પષ્ટ રહે છે. તેથી જ તો હું અત્યાર સુધીમાં સૌથી વધારે પરિણીત મહિલાઓને ડેટ કરી ચૂક્યો છું. જો તમે સલામતી અને સાવધાનીથી આગળ વધો તો આ પ્રકારની એપનો ઉપયોગ કરવાનો કોઇ વાંધો નથી પણ જો તેમાં તમે કોઇ પ્રેમી કે પાર્ટનર શોધવા માટે હો તો તકલીફ ઊભી થાય તેવી શક્યતા રહેલી છે.
સમજવા જેવું –
રવિની વાતો જાણ્યા પછી એક વાત સ્પષ્ટ સમજાઇ કે આજના યુવાનો સેફ શારીરિક સંબંધમાં અને સેફ રીલેશનમાં વધારે માને છે. તે પરિણીત મહિલાઓ સાથેના સેક્સ અને સંબંધને વધારે અનુકૂળ માને છે કારણકે તેનાથી તેને ભવિષ્યમાં કોઇ સંબંધ સાથે તકલીફ ઊભી થવાનો ભય નથી. બીજી બાજુ પરિણીત મહિલાઓ પણ નાની ઉંમરના યુવકોને પસંદ કરે છે કારણકે તેનાથી સંતોષની સાથે કોઇપણ પ્રકારની ગળે પડવા જેવી તકલીફ ઊભી થતી નથી. કોઇ એક સંબંધમાં લાગણીથી બંધાતા લોકોના સંબંધનો અંત પણ શારીરિક સંબંધ જ હોય છે, ત્યારે હવે લોકો ફક્ત તેને જ પ્રાધાન્ય આપતા થયા છે. જોકે આ પ્રકારના સંબંધ જ્યારે બંધાય ત્યારે વિશ્વાસ અને પ્રેમ તેમાં ક્યાંય હોતો નથી. ફક્ત જરૂરીયાત જ સામેલ હોય છે. તમે પણ તમારા નજીકના અને પોતાના સંબંધોને સાચવી લેશો તો આવી બનતી ઘટનાઓને ક્યાંકને ક્યાંક અટકાવી તો નહીં શકો પણ ઓછી જરૂર કરી શકશો. સ્ટોરી વાંચ્યા પછી ટીકા ટીપ્પણી કરવા કરતા આવું સમાજમાં શા માટે બની રહ્યું છે, અને તેને કઇ રીતે અટકાવી શકાય તે વિશે વિચારવું વધારે જરૂરી છે. જો તમે પોતાના જ વ્યક્તિને પૂરતો સમય આપશો તો તેને બહાર સંબંધ શોધવા જવું જ નહીં પડે.