માત્ર 304 રૂપિયામાં ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ: હોમગાર્ડ જવાન
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વિવિધ કર્મચારી સંગઠનો પોતાની માગને લઈ વિરોધ કરી રહ્યા છે અને રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે હવે હોમગાર્ડનાં જવાનોએ પણ મેદાને ઉતર્યા છે. માનદ વેતન વધારવાની માગ સાથે મોટી સંખ્યામાં હોમગાર્ડમા જવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા સરકારની મુશ્કેલીઓ વધી છે. આ અંગે હોમગાર્ડ જવાન રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં માનદ વેતન ખૂબ ઓછું એટલે કે માત્ર રૂ.304 છે. જેમાં હાલની મોંઘવારી મુજબ તમામ જવાનોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવુ ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે.
- Advertisement -
અમે સરકાર સાથે ખભેખભો મિલાવી નોકરી કરીએ છીએ. ટ્રાફિક નિયમન, રેલવે, બસ સ્ટેશનોમાં તેમજ કોઈ પણ આફતનાં સમયમાં પણ હોમગાર્ડનાં જવાનો સતત કાર્યરત રહે છે. ત્યારે આજરોજ અમે જિલ્લા કલેક્ટરના માધ્યમથી સરકારને રજૂઆત કરી છે કે, અમારું માનદ વેતન વધારી આપવું જરૂરી છે.