ખૂન કેસમાં તારો શું રોલ છે, તારો હાથ નીકળશે તો મારી નાખીશું કહી ધમકી
જાહેરમાં મારપીટ કરી બદનામ કર્યાનો વિડીયોમાં ઉલ્લેખ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જિલ્લા ગાર્ડન પાસે તાજેતરમાં થયેલી હત્યા બાદ વેપારીએ આપઘાત કરી લીધાની ઘટના બની હતી. જેમાં વેપારીએ હત્યાના કેસમાં તારો હાથ છે કહી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી પાઈપથી માર મારતા વેપારીએ આપઘાત કરી લીધો હતો. જેને લઈને પોલીસ દ્વારા બે શખસો સામે વેપારીને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટના કોઠારિયાના રામપાર્કમાં રહેતા ભાવનાબેન મુકેશભાઈ સરેરીયા (ઉ.વ. 50)એ બાપુનગર પાસે ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા પુત્ર કમલેશને મરવા મજબુર કરવા અંગે સલીમ અસ્લમ દલ અને ઝાકીર આદમ દલ સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તેની પત્ની માવતરે ગઈ હોવાથી ગત 1 તારીખે કમલેશ ફોન ઉપાડતો ન હતો.
જેથી ઉપર જઈને જોવાનું કહેતા પુત્ર દરવાજો ખોલતો ન હોવાથી પાડોશીને બોલાવી દરવાજો તોડીને જોતા પુત્રની ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ જોવા મળી હતી વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પુત્રએ મારા દિયર દિશનભાઈને કહ્યું હતું કે, ગત 28 તારીખે બંને દુકાને આવ્યા અને સોહિલ તારી દુકાનમાં કામ કરે છે ખુન કેસમાં તારો શું હાથ છે. તને જે ખબર હોય તે કહી દે જો તારો હાથ નીકળશે તો જાનથી મારી નાખીશું કહી પાઈપથી જાહેરમાં માર માર્યો હતો તેવું જણાવ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરી છે.