મોરબી અને ચોટીલાના ગૌરક્ષકોએ અમદાવાદ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષકો તથા જીવદયા પ્રેમીઓ દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.
- Advertisement -
ચોટીલા ગૌરક્ષક ટીમ અને હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે, એક આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર રીતે 10 પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી મોરબી હિન્દુ યુવા વાહિની અને ચોટીલા ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર જીજે-08-ડબલ્યુ-0289 ને રાત્રિના સમયે ચોટીલા પાસે પીછો કરીને રોકવામાં આવી હતી અને તપાસ કરતાં આઈસરમાં ભેંસો અને પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું જેથી ગૌરક્ષકોએ વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને આ મામલે ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પશુઓને ચોટીલાની પાંજરાપોળમાં સુરક્ષિત ખસેડાયા હતા.