જ્ઞાનવાપી મસ્જિદનો ત્રીજા દિવસનો સરવે પૂર્ણ
ખાસ-ખબર સંવાદદાતા
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પછી કોર્ટએ એ જગ્યાને સીલ કરવાનો આદેશ આપ્યો છે. વારાણસી કોર્ટના જજે આદેશ આપતા કહ્યું કે, આ જગ્યા પર શિંવલિંગ મળી આવ્યું છે, તેના સ્થાન પર તેને તત્કાલિક રીતે સિલ કરવામાં આવે અને કોઇ પણ વ્યક્તિને ત્યાં જવાની પરવાનગી આપવામાં ના આવે. તેમની જવાબદારી જિલા પ્રશાસન અને સીઆરપીએફને આપવામાં આવી છે.
કોર્ટએ અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરી દીધી છએ. પોતાના આદેશમાં વારાણસી કોર્ટએ કહ્યું કે, જિલા અધિકારી, પોલીસ કમિશ્નર અને સીઆરપીએફ કમાન્ડને આદેશ આપવામાં આવ્યા છે કે તે સ્થળને સીલ કરવામાં આવે, તે સ્થાનને સુરક્ષિત રાખવાની સંપૂર્ણ જવાબદારી બધા અધિકારીઓની વ્યક્તિગત રૂપે માનવામાં આવે છે. વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં ત્રણ દિવસ સુધી ચાલેલો સર્વ આજે પૂર્ણ થયો છે. ત્રીજા દિવસના સર્વમાં ટીમએ નંદીની મૂર્તિની પાસે કુવાની જાણકારી મળી. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનએ દાવો કર્યો કે, કુવાની અંદર શિવલિંગ મળ્યુ અને તેમને મેળવવા માટે સિવિલ કોર્ટ જઇ રહ્યા છિએ. જો કે હિંદુ પક્ષના દાવાને મુસ્લિમ પક્ષએ નકારી કાઢી છે.
કુવાની તપાસ કરવામાં આવી, જે નંદીની મૂર્તિ પાસે આવેલ છે. પ્રાચીન કુવાની વીડિયોગ્રાફી માટે અંદર વોટર પ્રુફ કેમેરા નાખવામાં આવ્યા. ત્રીજા રાઉન્ડની સાથે જ સર્વ પૂર્ણ થઇ ગયો. ત્રણ દિવસના સર્વમાં જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં ગુંબજ અને પશ્ચિમી દિવાલોની વીડિયોગ્રાફી થઇ. હવે બધા પુરાવાને કોર્ટમાં રજુ કરવામાં આવશે.
- Advertisement -
કુવામાં 12 ફૂટ 8 ઇંચની શિવલિંગ
આ વચ્ચે હિંદુ પક્ષના વકીલ મદન યાદવએ કહ્યું કે, જ્ઞાનવાપીના કુવામાં 12 ફૂટ 8 ઇંચનું શિવલિંગ મળ્યું. તેમનું કહેવું છે કે શિવલિંગ નંદીજીની સામે છે અને પૂરૂ પાણી કાઢ્યું ત્યારે, 12 ફીટ 8 ઇંચનું શિવલિંગ મળી આવ્યું, જે ખૂબ ઉંડાણમાં હતું, જયારે શિવલિંગ મળ્યું ત્યારે લોકો ખુશીથી નાચવા લાગ્યા અને હર હર મહાદેવ બોલવા લાગ્યા.
ત્રણ દિવસ ચાલ્યો સરવે, બધા પુરાવાને રેકોર્ડ કરાયા
જ્ઞાનવાપી મસ્જિદની સચ્ચાઇ કાનુની રેકોર્ડમાં નોંધવામાં આવી છે. પુરાવા ફોટોમાં રાખવામાં આવ્યા છે. ભોંયરાથી લઇને ગુંબજ સુધી બધુ વીડિયો રેકોડિંગ કરવામાં આવ્યું છે. હવે બધાને ફક્ત સત્યની જ રાહ છે. આજે સર્વનો ફાઇનલ રાઉન્ડ હતો. સવારે 8 વાગ્યે સર્વની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ પહોંચી ગઇ હતી.
મુસ્લિમ પક્ષ સરવેથી સંતુષ્ટ
સરવેથી સંતુષ્ટ મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષના દાવાઓને ફગાવી દીધા હતા. વકીલે કહ્યું હતું કે આવું કંઈ મળ્યું નથી. અમે સરવેથી સંતુષ્ટ છીએ. આવતીકાલે એટલે કે 17 મેના રોજ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે એડવોકેટ કમિશનરની આગેવાનીમાં વાદી-પ્રતિવાદી પક્ષમાંથી 52 લોકોની ટીમ સવારે 8 વાગ્યે પરિસરમાં દાખલ થઈ હતી. લગભગ 10:30 વાગ્યે સર્વે સમાપ્ત થયો.