પ્રથમ દિવસે ચાર હજાર મણ કપાસની અવાક 1500થી 1800 ભાવ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા માં મગફળી અને કપાસ સહીતના જણસ સારા પ્રમાણમાં ઉપજ જોવા મળી રહી છે.માણાવદર માર્કેટિંગ યાર્ડ કપાસનું હબ ગણવામાં આવે છે.આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ થયા હતા. યાર્ડમાં પ્રથમ દિવસે 50 જેટલી નાના મોટા વાહનો કપાસ ભરીને આવ્યા હતા.પ્રથમ દિવસે 3500 થી 4000 મણ કપાસની અવાક જોવા મળી હતી અને એક મણ કપાસની ગાંસડી ના ભાવ 1500 થી 1800 સુધીમાં વેપારીઓએ ખરીદી કરી હતી. હજુ આવતા દિવસોમાં કપાસની અવાક વધુ જોવા મળશે તેમ યાર્ડના સત્તાઘીશો માની રહ્યા છે.