જૂનાગઢમાં પર્વતારોહણ તાલીમમાં બી ગ્રેડ સાથે ઉત્તીણ થઇ
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકાના સાંતલપુર ગામની મેનાબેન ખરા નામની મહિલાએ પર્વતારોહણ અને ખડક ચઢાણ જેવી સાહસિક તાલીમ સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ જૂનાગઢ ખાતે લઈ બી ગ્રેડ સાથે ઉતીર્ણ થઈ આગામી નવેમ્બર મહિનામાં માઉન્ટ આબુ ખાતે યોજાનાર પર્વતારોહણ તાલીમમાં પસંદગી પામતા પરિવાર સહિત સાંતલપુર ગામમાં આનંદની લાગણી ફેલાઇ છે. વંથલી તાલુકાના સાંતલપુર ગામના 35 વર્ષીય સાહસિક અને નિડર મહિલા મેનાબેન પરબતભાઇ ખરાએ તાજેરમાંજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ દ્વારા લેવાયેલ ખડક ચઢાણ બેઝિક કોર્ષની તાલીમ સળતાપૂર્વક પાર કરી બી ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે,આ તાલીમ માં 74 જેટલી યુવતીઓ જોડાઈ હતી. જેમાં સોરઠ પંથકની એકમાત્ર મહિલા મેનાબેન ખરાએ તાલીમ પુર્ણ કરી સફળતા મેળવતા અને આગામી સમયમાં માઉન્ટ આબુ ખાતે યોજાનારી પર્વતારોહણ સ્પર્ધામાં પસંદગી પામતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.સમાજના વરિષ્ઠ અગ્રણીઓ દ્વારા આ સાહસિક મહિલાને સફળતા માટે અભિનંદન પાઠવી આગામી સમયમાં માઉન્ટ આબુ ખાતે યોજાનાર પર્વતારોહણ સ્પર્ધામાં પણ જ્વલંત સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.