દાયકામાં જીવાશ્ર્મ ઈંધણનો ઉપયોગ ઘટાડવાનું છે લક્ષ્ય
20થી વધુ દેશોએ ઘોષણાપત્ર પર કર્યા હસ્તાક્ષર
ખાસ-ખબર સંવાદદાતા
શનિવારે યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ સમિટ ઈઘઙ-28માં, 117 દેશોની સરકારોએ 2030 સુધીમાં વિશ્ર્વની સ્વચ્છ ઇંધણ ક્ષમતાને ત્રણ ગણી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ દેશોનું લક્ષ્ય આ દસકામાં અશ્ર્મિભૂત ઇંધણનો વપરાશ ઘટાડવાનો છે. ઉર્જા ક્ષેત્રે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ઈઘઙ-28માં શનિવારે ઘણી જાહેરાતો કરવામાં આવી.
વૈશ્ર્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ ઊર્જા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાની દરખાસ્તોમાં પરમાણુ ઉર્જાનું વિસ્તરણ, મિથેન ઉત્સર્જનમાં ઘટાડો અને કોલસાની ઉર્જા માટે ખાનગી ભંડોળ પૂરો કરવાનો સમાવેશ થાય છે. ઈઘઙ28 કોન્ફરન્સના પ્રમુખ તેમજ યુએઈના સુલતાન અલ-જાબેરે જણાવ્યું હતું કે ઠરાવ વિશ્ર્વને કોલસાના નિરંકુશ ઉપયોગથી દૂર રહેવામાં મદદ કરી શકે છે અને કરશે. આ ઉપરાંત એમ પણ જણાવ્યું કે રિન્યુએબલ એનર્જીને ત્રણ ગણી વધારવાથી 2050 સુધીમાં વિશ્ર્વની ઊર્જા પ્રણાલીમાંથી અશ્ર્મિભૂત ઇંધણને દૂર કરવામાં મદદ મળશે.
પ્રસ્તાવનું સમર્થન કરનારા દેશોમાં બ્રાઝિલ, નાઈજીરિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન, કેનેડા, ચિલી અને બાર્બાડોસ જેવા દેશો આ પ્રસ્તાવને સમર્થન આપે છે. ચીન અને ભારતે પણ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીને ત્રણ ગણી કરવાની દરખાસ્તને સમર્થન આપવાનો સંકેત આપ્યો છે. સ્વચ્છ ઇંધણનો ઉપયોગ વધારવાના પ્રયાસોના ભાગરૂૂપે દેશોનું એક નાનું જૂથ પણ પરમાણુ ઉર્જાનું વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. 20 થી વધુ દેશોએ શનિવારે એક ઘોષણા પર હસ્તાક્ષર કર્યા હતા.
- Advertisement -