ચાર હજારથી વધુ ટેમ્પ્રેચર છતાં કાર્બોસેલમાં ગણાય છે
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનન થતાં કોલસાનો ગેરકાયદેસર ધંધો શરૂ રાખવા માટે ક્યાયકને ક્યાંક તંત્ર અને રાજકીય નેતાઓ પણ પોતાની ભૂમિકા ખુબજ સારી રીતે ભજવી રહ્યા છે. જિલ્લામાં કોલસાની અભૂતપૂર્વ અને અખૂટ ભંડારને લૂંટવા અહી ખનિજ માફિયાઓની પણ લાંબી કતારો છે. જોકે કોલસા અનેક પ્રકારના છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી નીકળતો કોલસો 4000 સી. ઈ (ટેમ્પ્રેચર)થી વધુનો હોવાનું માનવામાં આવે છે. ખનીજની જો વાત કરવામાં આવે તો જે ખનિજનો જથ્થો 2000 સી.ઇ (ટેમ્પ્રેચર) ધરાવતું હોય તેને કાર્બોસેલ ગણવામાં આવે છે અને જે 4000 સી.ઇ(ટેમ્પ્રેચર)થી વધુ હોય તે ખનિજને કોલસો ગણવામાં આવે છે અને 4000 સી.ઇ(ટેમ્પ્રેચર) કરતા વધુના ખનીજનો જથ્થો કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ હોય છે પરંતુ અહી કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ આવતા કોલસાને કાર્બોસેલનું નામ આપી રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાખવાનું આખુંય ષડયંત્ર ચાલી રહ્યું છે.
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને સાયલા પંથકમાંથી નીકળતા કોલસાના ખનીજનો ખોટી રીતે મૂલવી તેને વેચાણ કરવાનું આખુંય રેકેટ ખુબજ સમજણથી ઘડાયું છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગેરકાયદેસર ખનન થતાં કોલસાના નમુના લઇ ખાનગી લેબોરેટરી ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ રીતે 4000 સી.ઇ (ટેમ્પ્રેચર) સુધીનો કોલસો હોવાનું સામે આવ્યું હતું. આ કોલસાનું ગેરકાયદેસર ખનન કરી તેને બોઈલરમાં ઉપયોગ કરવામાં આવે છે. વધુ સમય સુધી જવલનશીલ રહેવા માટે અહીંનો કોલસો સક્ષમ હોવાથી તેનો ઉપયોગ સતત ગરમી અને આગભર્યા વાતાવરણમાં કોઈપણ ચીજ વસ્તુઓને બજાવતા ઉદ્યોગોમાં ઉપયોગ કરાય છે. આ કોલસો રાજ્ય અને રાજ્ય બહારની પેપરમિલો તથા ઇટ બનાવવાના ભઠ્ઠામાં વધુ ઉપયોગ થાય છે. ગેરકાયદેસર હોવા છતાં અંતે આ કોલસાને લીઝ ધારકો પાસેથી ખોટી લીઝ થકી કાયદેસર કરવાની પણ અહી મસમોટું કૌભાંડ ચાલે છે…