મેંદરડા બરવાળાના ખેડૂતની ખેત મજૂર સાથે છેતરપિંડી
મેંદરડા પોલીસમાં ખેતમજૂર મહિલાની લેખિતમાં ફરિયાદ
- Advertisement -
ખેતી ભાગનાં રૂપિયા ઓળવી જતાં ખેડૂત સામે આક્ષેપ
ખેતમજૂર મહિલાની પોલીસ પાસે ન્યાયની માંગણી
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા તાલુકાનાં બરવાળા ગામે એમપીથી આવેલા ખેત મજુર સાથે બરવાળાના ખેડૂત મનસુખ વઘાસીયાએ એમપીના ખેત મજુર સાથે ભાગ્યુના 26 ટકાના રૂપિયા ઓળવી ગયા તેની સાથે ખેત મજુરી કરવા આવેલ મહિલાનો એકલતાનો લાભ લઇ બદકામ કરવાના ઇરાદે જબરજસ્તી કરેલ અને પતિ-પત્નિને જાનથી મારી નાખવાની ધમકી આપતા મેંદરડા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી છે.
- Advertisement -
ફરિયાદી મહિલાએ ખેતીભાગનો ભાગ ન આપવો પડે તે માટે મારી સાથે શારિરીક છેડતી અને અડપલા કરી મને જાતિ પ્રત્યે અપમાનીત કરી મારા પતિને મુંઢ માર મારી કાઢી મુકવા બાબતે મેંદરડા પોલીસમાં લેખિત ફરિયાદ કરતા કવિતા ઇલ્પીયા બામણીયા મુળ વતન બેડદા જિલ્લો બડવાની મઘ્યપ્રદેશનાં પતિ-પત્નિએ બરવાળાના ખેડૂત મનસુખ વઘાસીયાના ખેતરમાં 20 વિઘાના ખેતરમાં ધાણાનું ર6 ટકા ભાગે મજુરી કામ રાખેલ હતુ. ત્યાર બાદ અમોએ આ ધાણામાં કોરવાણ પાણીથી શરૂ કરી 6 વખત પાણી પાઇ 3 વખત નિંદામણ કરી આપેલ, 3 વખત દવા છાંટી, બે વખત યુરીયા ખાતર છાંટેલ અને આમ અમો અમારૂ કામ કરતા હતા દરમિયાન અમોને શેઠ દ્વારા રૂપિયા એક હજાર, રૂપિયા બે હજાર એમ કટકે કટકે રૂા.11000નો ઉપાડ આપેલ હતો. આ દમિયાન ધાણાનો પાક તૈયાર થઇને લણણી ઉપર આવી રહ્યો હતો તે દરમિયાન ગત તા.10-1-23ના રોજ બપોરના સમયે મારા પતિ ઇલ્પીયા લોખુભાઇ બામણીયા ગામમાં અનાજ કરીયાણું લેવા માટે ગયેલ હતા તે દરમિયાન બપોરના આશરે બે વાગ્યા આસપાસ અમારા ખેતરના માલિક મનસુખભાઇ વઘાસીયા વાડીએ આવેલ હતા. તે દમિયાન હું વાડીએ એકલી હતી જેથી મારી એકલતાનો લાભ લઇ મારૂ કાંડુ પકડી લઇ મને બથમાં ભરાવી દઇ નીચે પાડી દેવા પ્રયત્ન કરતા હતા અને કહેતા હતા કે, તુ મારૂં માનીજા હું તને માલામાલ કરી દઇશ એમ કહીને બદકામ કરવાના ઇરાદે મારી સાથે જબરજસ્તી કરવા લાગેલ હતા.
તેથી મે રાડારાડ કરતા તે દૂર હટી ગયેલ હતા. દરમિયાન મારા પતિ પણ આવી ગયેલ હતા જેથી મે તેમને રડતા રડતા શેઠે મારી સાથે કરેલી જબદજસ્તીની વાત કરેલ હતી. આથી મારા પતિએ શેઠને આ બાબતે ઠપકો આપતા મારા શેઠે ઉશ્કેરાઇ જઇને મારા પતિને બે થપ્પડ મારીને કહેલ કે, તારી પત્નિની ઇજ્જત વ્હાલી હોય તો આને લઇને જતો રહેજે સાલા ભીલડા, નહીંતર એની ઇજ્જત સલામત નહીં રહે. તો મારા પતિને અમારા ખેતી ભાગના નીકળતા પૈસા આપવાની વાત કરતા અને કહેલ કે તા.15-10-22થી આજ તા.10/1/23 સુધી કુલ દિવસ-88 અમો બંન્નેએ મજુરી કરેલ છે એનું શું ? તો શેઠે કહેલ કે, કે તને એક રૂપિયો આપવો નથી તારે જાવુ હોય ત્યાં જા, બાકી જો સવારે વાડીએ હશો તો બેય પતિ-પત્નિને મારી નાખીશ એમ કહી ધમકી આપી અને શેઠ જતા રહેલ હતા.
જેથી બીકના માર્યા અને ગભરાઇ ગયેલા અમે લોકો તેજ દિવસે અમારો જાન બચાવીને ગયા વર્ષે અમોએ જે જગ્યાઅ કામ કરેલ હતુ ત્યાં મુકામ નગડીયા, તા.વંથલી ખાતે જતા રહેલ છીએ તે દરમિયાન જૂનાગઢ મજુર સંગઠનના કાર્યકરો અમોને મળેલ હતા અને તેઓને અમોએ અમારી સાથે બનેલા ઉપરકોત બનાવની વાત કરેલ હતી તો તેમના કહેવા મુજબ આ બાબતે ગુન્હો બનનો હોય જેથી આપ સાહેબને આ અરજી કરૂ છું તે મુજબ સામાવાળા સામે ધોરણસર થવા મારી અરજ છે.
ખેતમજૂર મહિલાની ન્યાયની માંગણી
મેંદરડા તાલુકાનાં બરવાળા ગામના ખેડૂત સાથે 26 ટકાનું ભાગ રાખીને ખેડૂત મનસુખ વઘાસીયાએ ભાગના રૂપિયા નહીં આપ્યાના આક્ષેપ સાથે મહિલા સાથે બદ ઇરાદે જબરજસ્તી કરી હોવાની માંગ સાથે મેંદરડા પોલીસ સ્ટેશને લેખિતમાં ફરિયાદ કરી પોલીસ પાસે મહિલાએ ન્યાયની માંગણી કરી છે.