બાળકોનું દિવસમાં ત્રણ વાર ભોજન ન લેવું ચિંતાજનક સ્થિતિ
દિવસમાં ત્રણ વાર ભોજન કરનાર બાળકોની સંખ્યા ઘટી: બાળકો ઘેરે ભોજન ન કરતા હોવાનો પણ ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
સરકાર તરફથી જાહેર ગ્રાહક ખર્ચ સર્વેક્ષણ 2022-23ના આંકડા બતાવે છે કે, ગત એક દાયકાની તુલનામાં 2022-23માં દિવસમાં ત્રણ-ચાર ભોજન કરનાર બાળકની ભાગીદારી ઘટી છે, જયારે મોટી વયના લોકોમાં આ સંખ્યામાં વધારો થયો છે. બાળકોનું ત્રણ વાર ખાતામાં ઘટાડો થવા ઘણા મહત્વના સવાલો ઉભા કરે છે.
પોષણ પર વધુ ધ્યાન: સર્વે મુજબ બાળકો બધા વર્ગોમાં વયસ્કોની તુલનામાં બહેતર ભોજન કરી રહ્યા છે. ડેટા બતાવે છે કે માસિક દર વ્યક્તિએ ખર્ચ (એમપીઆઈ) વર્ગમાં ત્રણ વાર ભોજન કરનાર બાળકો (1થી14 વર્ષની વયનો) ભાગ કુલ ભાગથી વધુ હોય છે.
એમપીસીઈ વર્ગોમાં ત્રણ વાર ભોજન કરનારા બાળકોનો ભાગ વયસ્કોની તુલનામાં ઘણું ઓછું અંતર દર્શાવે છે, એથી ખબર પડે છે કે પરિવારમાં બાળકોનું પોષણ અને ભોજનને પરિવારના બાકી બધા લોકોની તુલનામાં વધુ મહત્વ આપવામાં આવે છે.અન્ય સર્વેક્ષણોમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોની પોષણની સ્થિતિમાં સુધારો બતાવાયો: 2011-12 અને 2022-23ના સર્વેક્ષણો દરમિયાન ત્રણ વાર ભોજન કરનારા બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે.
જયારે વૃદ્ધ વસ્તી માટે આ સંખ્યા વધી છે. આ આંકડો થોડો વિરોધાભાસી છે, કારણ કે આ સમયગાળામાં એનએફએચએસ જેવા અન્ય સર્વેક્ષણમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોની પોષણની સ્થિતિમાં સુધારો બતાવાયો છે. 2015-16 અને 2019-21ના સમય દરમિયાન ઠીંગણા, નબળા અને ઓછા વજન વાળા બાળકોના પ્રમાણમાં 2-4 ટકા આંકડાનો ઘટાડો થયો છે.
- Advertisement -
ઘરે ભોજન નથી કરતા દિવસમાં ત્રણ વાર ભોજન કરનાર બાળકોની સંખ્યામાં ઘટાડાનું મુખ્ય કારણ ઘેર ભોજન ખાનાર બાળકોની સંખ્યામાં ઘટાડો છે. 2011-12 અને 2022-23માં ડેટા અનુસાર 1-4 અને 5-9 વર્ષની વયના બાળકો દ્વારા એક મહિનામાં ભોજનની સંખ્યામાં 2-7 અને 2 નો ઘટાડો થયો છે.
દરેક રાજયનું કારણ અલગ: ત્રણ વાર ભોજન કરનાર બાળકોની સંખ્યામાં ઘટાડાનું કારણ સમાન નથી, આમ એટલા માટે છે કારણ કે આવા બાળકોના પ્રમાણમાં ઘટાડો એ વાત પર નિર્ભર નથી કે કોઈ રાજય અમીર છે કે ગરીબ, દિલ્હી અને ઓરિસ્સામાં પણ ઘટાડો નોંધાયો છે.