ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ ગામોમાં સ્વચ્છતા એ જ સેવાની નેમ સાથે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સુત્રાપાડા નગરપાલીકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ આસપાસના વિસ્તારોની કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામા આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ આસપાસના વિસ્તારોની સફાઇ કરવામા આવી હતી. તેમજ આસપાસના વિસ્તારોમાંથી ઘાસ પ્લાસ્ટીક ,કોથળીઓ સહિતની કચરો, ગંદકી દૂર કરીને સામુહિક આરોગ્ય કેન્દ્ર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યો હતો.આ સ્વચ્છતા ઝૂંબેશ સુત્રાપાડા નગરપાલિકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.