ભાજપ શાસનને 5 વર્ષ પૂર્ણ થયા પણ ચૂંટણી દિવાળીએ યોજાય તેવા સંકેત
શાસક પક્ષ કરોડોના કામ સોંપી ગયા, હવે વહીવટદાર કામ પૂર્ણ કરશે
- Advertisement -
શહેરના કામમાં ગતિ આવશે કે, જૈસે થે જેવી જ સ્થિતિ રહશે ?
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ મહાનગર પાલિકામાં પાંચ વર્ષ ભાજપનું શાશન પૂર્ણ થતા મહાનગર પાલિકામાં વહીવટદાર શાશન આવ્યું છે.જેનો ચાર્જ કમિશનર ડો.ઓમ પ્રકાશને સોંપવામાં આવ્યું છે.જોકે પાંચ વર્ષમાં શાસક પક્ષે કરોડો રૂપિયાના કામો વહીવટદાર શાશનને સોંપી ગયા છે ત્યારે હવે જૂનાગઢ શહેરનો ભાર કમિશનર અને તેની ટિમ ઉપર આવ્યો છે.ત્યારે શહેરીજનો પુછી રહ્યા છે કે, જે રીતે શહેરમાં પાંચ વર્ષ કામ ચાલ્યું તેમ ચાલશે કે, પછી જે તે સ્થિતિ જોવા મળશે તેવા સવાલો ઉભા થયા છે.હવે જૂનાગઢ મહાનગર પાલિકામાં વહીવટદાર શાશનના હાથમાં છે કોઈ પણ સભ્યનું ચાલશે નહિ એવા સમયે શહેરનો વિકાસ ઝડપી બને તેવો શહેરીજનો ઈચ્છી રહ્યા છે.
- Advertisement -
જૂનાગઢ શાશક પક્ષે શહેરનો વિકાસ થયો હોઈ તેના માટે વિકાસ વાટિકા પુસ્તક બહાર પાડયું હતું જેમાં શહેરમાં થયેલ વિકાસ કાર્યોના ગુણગાન ગવાયા છે.ત્યારે હકીકતે શહેરમાં એક એવું કામ નથી જોવા મળ્યું કે, આંખે ઉડીને સામે આવે છેલ્લે છેલ્લે પણ મનપાની તિઝોરી પર ભારણ મૂકીને ગયા છે.ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ હિસાબ દો જવાબ દોના નારા સાથે કમિશનરને આવેદન પત્ર આપીને હિસાબ માંગ્યો છે.જેમાં શહેરને નથી મળ્યા સારા રસ્તા બીજી તરફ પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળ્યું બીજી તરફ સફાઈ બાબતે જોઈએ તેટલી સફળતા મળી નથી આવા અનેક પ્રશ્ર્નો સાથે કોંગ્રેસ જવાબ માંગે છે.
જૂનાગઢ મનપા દ્વારા પાંચ વર્ષના બજેટ સમયે શહેરના વિકાસ યાત્રા રજુ કરી હતી જેમાં શહેરનો હરવા ફરવાનો વિલિગ્ડન ડેમમાં હજુ સુધી એક ઈંટ મુકાય નથી એજ રીતે યુવાનો માટે સ્પોર્ટ સંકુલની જોઈએ તેટલી કામગીરી થઇ નથી તેની સાથે સ્વિમિંગ પુલ માટે પણ અનેક વખત નાણા ફાળવ્યા પણ તેમાં જોઈએ તેટલી સફળતા મળી નથી બીજી તરફ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મેહતા તળાવનું બ્યુટીફિકેશ કામગીરી ચાલી રહી છે.તેમાં પણ સામાજિક આગેવાનો અનેક ત્રુટી હોવાની ફરિયાદ કરી છે.થોડા દિવસો અગાઉ ચાલુ વરસાદે કામગીરી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી બીજી તરફ તળાવમાં જળ સંગ્રહ શક્તિ ઘટી હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે.હવે જયારે નરસિંહ મેહતા સરવોરનું કામ બે ફેજમાં પૂર્ણ થશે જયારે તળાવનું કામ પૂર્ણ થયા પછી જ ખબર પડશે કે, કામની કેટલી ગુણવતા છે.આવા તો શહેરના અનેક કામો છે જેમાં લોકોને સંતોષ થયો નથી.
શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાથી લોકોની કમર તોડી નાખી
જૂનાગઢ શહેરમાં મસ મોટા ઉપાડે ભૂગર્ભ ગટર યોજના શરુ કરવામાં આવી પણ શહેરીજનોની આ લાંબો સમય ચાલેલી ભૂગર્ભ ગટર યોજનાથી લોકોની કમર તોડી નાખી છે.જયારથી કામ શરુ થયું ત્યાર થી અત્યાર સુધી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અનેક ભૂગર્ભ ગટર બાબતે વિરોધ વંટોળનો સામનો કરવાનો વારો આવ્યો છે.શહેરના મુખ્ય માર્ગો થી લઈને નાના વિસ્તારોના રહીશો હજુ ભૂગર્ભ ગટરનો સામનો કરી રહ્યા છે.જેમાં આ ચોમાસાની સીઝનમાં ગટર માંથી પાણી ઉભરાતા જોવા મળ્યા અને એવો પણ દાવો કર્યો હતો કે, આ યોજનાથી શહેરમાં પાણી ભરવાની સમસ્યા નહિ થાય છતાં પાણી ભરાયા આમ એક એવું કામ નથી કે, લોકોને સંતોષ થાય