ખાસ- ખબર સંવાદદાતા
કોરોના સામે સુરક્ષિતા પૂરી પાડતી વૅક્સિનેશન અર્થે આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં સઘન રસીકરણ ઝુંબેશ હેઠળ ગઈકાલ સુધીમાં રાજકોટમાં 10,88,523 લોકોને પહેલો ડોઝ એટલે કે 95% તેમજ જિલ્લામાં 10,17,689ને એટલે કે 90% લોકોને વૅક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો ત્યારે હવે 100 ટકા વૅક્સિનેશન પૂર્ણ કરવા કલેક્ટર તંત્ર દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગે આજરોજ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં બીજો ડોઝ દરેકને આપી દેવાનો લક્ષ્યાંક હાથ ધરવામાં આવશે. તેમજ ડોર-ટુ-ડોર વૅક્સિન આપી ડિસેમ્બર અંત સુધીમાં શહેર સહિત તમામ ગામડાનાં લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવશે. આ કામગીરી ઝડપી કરવા આરોગ્ય તંત્ર સહિત આશાવર્કરોને પણ કામગીરી સોંપવામાં આવી છે. આમ અઠવાડિયામાં વૅક્સિનેશન આપવાની કામગીરી ઝડપી કરાશે તેવું અંતમાં કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.