- તા.2ના હાજર થવા જણાવ્યું
દિલ્હીમાં સર્જાયેલા કહેવાતા શરાબ કાંડમાં પુર્વ નાયબ મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના નંબર-ટુ નેતા મનીષ સીસોદીયાનો છ-આઠ માસ લાંબો જેલવાસ નિશ્ચીત થતા હવે એન્ફોર્સમેન્ટ વિભાગે તોપનું નાળચુ ‘આપ’ના સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભણી ફેરવ્યુ છે અને તેઓને આ શરાબ કાંડમાં તા.2 નવે.ના હાજર થવા સમન્સ પાઠવતા આમ આદમી પાર્ટી હવે તેના કાનુની વિકલ્પ ચકાસી રહી છે.
શરાબ કાંડમાં સિસોદીયા ઉપરાંત સાંસદ સંજયસિંહ જેલમાં છે. ઈડીએ હવે શરાબ કાંડના નાણાથી આમ આદમી પાર્ટી પણ ‘લાભાર્થી’ છે તેવા તર્ક સાથે તપાસ આગળ વધારી છે અને ‘આપ’ના સંયોજક (સર્વોચ્ચ વડા) તરીકે અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યુ છે. અગાઉ સુપ્રીમ કોર્ટમાં એવો તર્ક રજૂ કરાયો કે શરાબ કાંડમાં જે જંગી ભ્રષ્ટાચાર થયે તેના નાણાથી આમ આદમી પાર્ટીએ ગોવાથી ધારાસભા ચૂંટણી લડી હતી.
- Advertisement -
તે સમયે અદાલતે એવા પ્રશ્ન ઉઠાવ્યો તો શા માટે તમે તેને પણ આરોપી બનાવતા નથી. જો કે કોર્ટ બાદમાં સ્પષ્ટતા કરી કે તેનો સંદર્ભ કોઈ ચોકકસ રાજકીય પક્ષ માટે ન હતા પણ ઈડી માટે સુપ્રીમનું આ તારણ એક હથિયાર બની ગયું હતું. ઈડીએ આ અગાઉ અરવિંદ કેજરીવાલના પર્સનલ આસીસ્ટન્ટ બીવનકુમાર અને જસ્મીન શાહની પણ પુછપરછ કરી હતી અને બાદમાં કેજરીવાલની પણ સંડોવણી દર્શાવી હતી.