રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.31/10/2023ના રોજ સવારે 7 વાગ્યે સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે “રન ફોર યુનિટી” કાર્યક્રમ પોલીસ હેડક્વાટર રેસકોર્ષ ખાતે યોજાયો હતો. માનનીય મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં “રન ફોર યુનિટી”ને મેયરશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત પ્રવચન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા કરવામાં આવ્યું. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય સ્તરે નામના મેળવેલ રાજકોટના નેશનલ મેડાલિસ્ટ રીપ્સા જાની (સ્વિમિંગ), રીતું વાઝા (જુડો), દેવયાની બા ઝાલા (દોડવીર), કાદમ્બરી ઉપાધ્યાય (યોગાસન)નું ડાયસ પરના મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ. આ તકે ઉપસ્થિત સર્વેએ એકતા અને અખંડીતતાના શપથ લીધા હતા, ડાયસ પરના મહાનુભાવો દ્વારા “રન ફોર યુનિટી”ને ફ્લેગ ઓફ કરાવેલ જે રેસકોર્ષ રીંગ ફરતે મેયર બંગ્લોઝ, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક અને ત્યાંથી આ દોડ બહુમાળી ચોક ખાતે આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થયેલ. આ પછી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવ્યું હતું