ખેલૈયાઓ માટે બારકોડ પાસની વ્યવસ્થા: આધુનિક ટેકનોલોજીના સથવારે ગ્રાઉન્ડની સજાવટ
ફૂડઝોન, પાર્કિંગ, ટાઈટ સિક્યોરિટી સાથે વાઈફાઈ, સેલ્ફીઝોન સહિતના આકર્ષણો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં કલબ યુવી નવરાત્રિ મહોત્સવનું અલગ અંદાજથી ભવ્યાતિભવ્ય, અદ્ભુત આયોજન કરવામાં આવે છે. 15 વર્ષની સફળતા બાદ ઉમિયાધામ સિદસર પ્રેરિત ‘કલબ યુવી નવરાત્રિ મહોત્સવ 2024’ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. 16માં વર્ષે ખેલૈયાાઓ ટ્રેડિશ્નલ ડ્રેસમાં નવરાત્રિ મહોત્સવ માણે તે માટેનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું આયોજન થયું છે. રાજકોટ શહેરમાં ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રિ મહોત્સવ યોજાશે.
- Advertisement -
રાજકોટની ઉત્સવપ્રિય જનતામાં નવરાત્રિનું પારિવારીક આયોજન કરતી સંસ્થા કલબ યુવી મોખરાનું સ્થાન ધરાવે છે. રાજકોટના ન્યુ 150 ફૂટ રીંગ રોડ કોકોનેટ પાર્ટી પ્લોટ સામે કલબ યુવી દ્વારા તા. 3-10-24થી 11-10-24 દરમિયાન રાજકોટના આંગણે પારિવારીક માહોલમાં યોજાનારા નવરાત્રિ મહોત્સવની સમગ્ર પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે. જગત જનનીની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતિને ધબકતી રાખવા માટે કલબ યુવી દ્વારા સતત 16માં વર્ષે અનેરુ આયોજન થઈ રહ્યું છે. દોઢ દાયકા પૂર્વે અર્વાચીન રાસોત્સવને પારિવારીક માહોલમાં નવરાત્રિનું સ્વરૂપ આપનાર કલબ યુવીએ મા ઉમિયાની ભક્તિની સાથોસાથ સંગઠનની શક્તિનો સરવાળો કરી એક નવી જ કેડી કંડારી છે. સંસ્કારી, સુરક્ષિત અને ભક્તિસભર નવરાત્રિ મહોત્સવની ભેટ આપનાર કલબ યુવી ખેલૈયાઓની સાથોસાથ પરિવારના તમામ સભ્યો નવરાત્રિ માણી શકે તેવા પારિવારીક માહોલનું સર્જક બન્યું છે. રાજકોટના સેક્ધડ 150 ફૂટ રીંગ રોડના પ્રાઈમ લોકેશનમાં આ ભવ્ય નવરાત્રિ મહોત્સવ ઉજવાશે. અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે સૌરાષ્ટ્રભરમાં આગવું નામ ધરાવતી ઉમિયાધામ સિદસર પ્રેરિત કલબ યુવી નવરાત્રિ મહોત્સવમાં એડવાઈઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ. એમ. પટેલ, કાંતીભાઈ ઘેટીયા કાર્યરત છે. કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયાએ જણાવ્યું હતું કે કલબ યુવી નવા રંગ-રૂપ સાથે નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી ચૂકી છે. કલબ યુવી હંમેશાં કંઈક નવું કરવા અને પરિવર્તનને સ્વીકારવા તત્પર રહ્યું છે. આજના ડિજીટલ ટેકનોલોજીના સમયમાં કલબ યુવીના નવરાત્રિ ગ્રાઉન્ડમા તમામ જગ્યાએ ડિજીટલ સ્ક્રીન લગાવવામાં આવશે. સતત 16માં વર્ષે સૌરાષ્ટ્રનું સૌથી મોટા નવરાત્રિ મહોત્સવના આયોજન માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સંપૂર્ણ સલામતી સાથે કોઈ પણ સમાજની બહેન-દીકરી કલબ યુવીમાં ગરબા રમવા આવે ત્યારે માતા-પિતાને તેની ચિંતા રહેતી નથી. આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ખેલૈયાઓ માટે બારકોડ એન્ટ્રી પાસ બનાવાયા છે જેના થકી ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં એન્ટ્રી લેતા સમયે તથા ગ્રાઉન્ડની બહાર એક્ઝિટ થતા સમયે વાલીઓને મેસેજ દ્વારા જાણ થશે.
નવરાત્રિ મહોત્સવમાં ગત વર્ષ કરતાં 30 ટકા મોટું સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ ગ્રાઉન્ડ 1,06,400 સ્કેવર ફૂટ મેદાનમાં 12000 ખેલૈયાઓ રમી શકે અને 30,000 દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રિનો આનંદ માણી શકે તે માટે સમથળ મેદાનમાં ટુ લેયર કારપેટ, મહેમાનો-આમંત્રિતો માટે ખાસ 6 ગેલેરી, સ્પોન્સરશીપ કંપની માટે 25થી વધુ પેવેલિયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આકર્ષક લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં 50 ફૂટની એલ.ઈ.ડી.થી સજ્જ મિક્સર સ્પેસ તેમજ મેઈન સ્ટેજ ફરતે રાઉન્ડ એલઈડી સ્ક્રીન ફોરમેટથી સજાવટ થશે. કમલ સાઉન્ડ દ્વારા 2,50,000ની હાઈટેક વી.ટી.એક્સ. લાઈન એરે સાઉન્ટ સીસ્ટમ, ફૂડઝોન કેન્ટીન, ઈન્ટરનલ પાર્કિંગ તથા ટાઈટ સિક્યોરિટી સહિતનું પ્લાનીંગ અમલી બનાવ્યું છે. સમગ્ર ઈવેન્ટનું લાઈવ પ્રસારણ તથા સ્પોન્સર દાતાઓની પ્રોડકટને ઉજાગર કરાશે. કલબ યુવીની વેબસાઈટ, યુટયૂબ તથા ફેસબુક લાઈવ દ્વારા નવરાત્રિનું દુનિયાભરમાં લાઈવ પ્રસારણ થશે તથા કલબ યુવી નવરાત્રિ મહોત્સવ સ્થળે ખેલૈયાઓ તથા દર્શકો માટે એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે. કલબ યુવી નવરાત્રિ મહોત્સવમાં દરરોજ મેલ-ફીમેલ તેમજ ચિલ્ડ્રન કેટેગરીમાં વેલ ડ્રેસ તથા પ્રિન્સ -પ્રિન્સેસને ઈનામોની વણઝાર કરવામાં આવશે. કલબ યુવાના સમગ્ર આયોજનને સફળ બનાવવા કલબ યુવીની કમિટીના દિનેશભાઈ ચાપાણી, રજનીભાઈ ગોલ, રેનીસભાઈ માકડીયા, દિનેશભાઈ વિરમગામા, ચંદ્રેશભાઈ શીરા, યોગેશભાઈ કાલરીયા, અતુલભાઈ ભુત, કિશન સીણોજીયા, રીકેન વાછાણી, વસંતભાઈ કનેરીયા, હસુભાઈ નાર, ચેતનભાઈ ભુત, હર્ષિતભાઈ કાવર, હરીભાઈ કલોલા, રવિભાઈ ચાંગેલા, દિલીપભાઈ ઝાલાવડીયા, કેવલ ખીરસરીયા, ધવલ ખાનપરા, ગોપીભાઈ ત્રાંબડીયા, મનીષ વાછાણી, પીયુષ સીતાપરા, રાજુ ધુલેશીયા, ગીરીશ વાછાણી, મનીષ ચનીયારા, કેતન વડાલીયા, હર્ષિલ ખાચર, શૈલેષ ફળદુ, ચંદુ ગોવાણી, પૂજન ઘોડાસરા, નવીન કોરડીયા, ખુશાલ ઝાલાવડીયા, જય કડીવાર, પરેશ ઉકાણી, યોગેશ ભુવા, જય ઓગણજા, મનીષ કાલરીયા, હિમાંશુ ઉજીયા, રવિ અમૃતિયા, રજની વિરોજા, સંદીપ કાલરીયા, મનીષ સાપરીયા, રામ માટલીયા, વૈભવ ભુવા, મહેન્દ્ર હદવાણી, વિજેશ રોકડ, રાજુ ત્રાંબડીયા, પ્રીતુલ ઉકાણી, વિમલ લાલાણી, કેતન પબાણી, અશોક કણસાગરા, મીતુલ કોઠડીયા, હિતેન્દ્ર ઘેટીયા, પિનેશ સાપરીયા, રાકેશ દેસાઈ, ચીરાગ માકડીયા, પારસ મકવાણા, પાર્થ મકાતી, નીરવ ડેડકીયા, મિલન સારણીયા, કિરણ ચનીયારા, સુભાષ નવાપરીયા સહિતના જહેમત ઉઠાવી
રહ્યા છે.