પવન વધ્યો, 5.4 ડિગ્રી ઠંડી ઘટી, શહેરમાં લઘુતમ તાપમાન 20.6
ખાસ-ખબર સંવાદદાતા
સવારથી પવન વધતા મંગળવારે જૂનાગઢ સહિત જૂનાગઢમાં 5.4 ડિગ્રી ઠંડી ઘટી હતી અને દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. રવિવારથી જૂનાગઢમાં લઘુતમ તાપમાનમાં વધારો શરૂ થયો છે. નવા સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી રહ્યા બાદ મંગળવારની સવારે તાપમાનનો પારો 5.4 ડિગ્રી ઉપર ચડીને 20.6 ડિગ્રી સ્થિર થયો હતો. જેના પરિણામે ગુલાબી ઠંડી પણ ઘટી જોવા પામી હતી. દરમ્યાન જૂનાગઢનું મહતમ તાપમાન 28 ડિગ્રી રહ્યું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 48 ટકા થઇ ગયું હતું. આવી જ સ્થિતિ બપોરના પણ રહી હતી બપોરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 34 ટકા થઈ ગયું હતું. જ્યારે સવારથી દિવસભર 9.6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ગુલાબી ઠંડી ઘટવાથી તાપમાન વધ્યું હતું.
- Advertisement -