પૂર્વી લદ્દાખના પેંગોંગ વિસ્તારમાં ફરીથી ચીની સેના સાથે થયેલા ઘર્ષણ પર કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. પૂર્વી લદ્દાખ વિસ્તારમાં પેંગોંગ લેક નજીક ચીની સૈનિકોએ ફરી ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો. જોકે ભારતીય સેનાના જવાનોએ ચીનના આ પ્રયત્નને નાકામ કરી દીધા.

આની પર કોંગ્રેસે મોદી સરકારને ઘેરી. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરી, દેશની જમીન પર કબ્જાનું નવુ દુસાહસ. રોજ નવી ચીની ઘૂસણખોરી. પેંગોંગ વિસ્તાર, ગોગરા અને ગલવાન રેલી, ડેપસંગ પ્લેનસ, લિપુલેખ, ડોકા લૉ અને નાકુ લૉ નજીક. સેના તો ભારત માતાની રક્ષામાં નીડર ઊભી છે. પણ મોદીજીની લાલ આંખ ક્યારે દેખાશે?

એલએસી પર એકવાર ફરી ભારત અને ચીની સૈનિકોમાં ઘર્ષણ થયુ છે. જોકે આમાં કોઈ જાનહાનિ થઈ નથી. પૂર્વી લદ્દાખના પેંગોંગ વિસ્તારમાં ચીની સેનાના જવાનોએ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો. જેને ભારતીય સેનાના જવાનોએ નાકામ કરી દીધો. ભારતીય સૈનિકોના વિરોધ બાદ ચીની સેનાએ પીછેહટ કરવી પડી.

રિપોર્ટ અનુસાર 29-30 ઓગસ્ટની રાતે ચીની સેનાએ સમાધાનને તોડતા પૂર્વી લદ્દાખ નજીક ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો. ભારતીય જવાનોએ ચીની સેનાના આ પ્રયત્નને નાકામ કરી દીધો. પેંગોંગ લેકના દક્ષિણી કિનારે જ ચીની સેનાને ઘૂસણખોરી કરવાથી રોકવામાં આવ્યા. જે બાદ એલએસી પર તણાવપૂર્ણ માહોલ છે.