ગિર સોમનાથમાં વીજ ચોરો પર PGVCLનાં દરોડા
SRP તથા પોલીસના બંદોબસ્ત સાથે 732 જેટલા વિજ જોડાણ ચેક કરાયાં : 63માં ગેરરિતી પકડાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.27
વેરાવળ,તાલાલા અને સુત્રાપાડા પંથકના વિવિધ ગામોમાં વીજ પાવર ચોરીનું દૂષણ અટકાવવા વેરાવળ વીજ કચેરી દ્વારા વીજ જોડાણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીજ ચેકિંગ ડ્રાઈવ ના અનુસંધાને પી.જી.વી.સી.એલ વડી કચેરી-રાજકોટની સૂચનાથી જુનાગઢ અધિક્ષક ઇજનેર એસ.એચ રાઠોડ,વેરાવળ ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર જે.જે કાચાના માર્ગદર્શન હેઠળ તાલાલા પી.જી.વી.સી.એલ કચેરી હેઠળ ના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી અને પોલીસ સ્ટાફ ના ચુસ્ત બંદોબસ્ત સાથે રહેણાંક,વાણિજ્યિક અને ખેતીવાડી ના કુલ 732 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી 63 વીજ જોડાણોમાં જુદા જુદા પ્રકારની ગેરરીતિઓ માલુમ પડતા કુલ 39 લાખ 15 હજાર ના દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યા હતા. વેરાવળ,તાલાલા અને સુત્રાપાડા પંથકમાં વીજ પાવર ચોરી દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવા આગામી દિવસોમાં વીજ પાવર જોડાણ ચેકિંગ કામગીરી વધુ ગતિશીલ કરવામાં આવશે તેમ વીજ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.વીજ પાવર ચોરી સામે વ્યાપક પ્રમાણમાં શરૂ થયેલ ઝુંબેશ થી વીજ પાવર ચોરી કરતા લોકો ફફડી ગયા છે.