11 ખાણી-પીણીના ધંધાર્થીઓને લાયસન્સ ઈસ્યુ બાબતે નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગ ટીમ દ્વારા સતત છેલ્લાં ઘણાં દિવસથી ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ગોંડલ રોડ પર આવેલા બાબુભાઈ રગડાવાળા, એ-વન ફ્રુટ સહિત 15 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરતાં વાસી ચટણી અને ડ્રેગન ફ્રુટ મળી આવ્યા હતા તેમજ 11 ખાણી-પીણીના ધંધાર્થીઓને લાયસન્સ ઈસ્યુ બાબતની નોટિસ ફટકારવામાં આવી હતી. જલારામ ઘી અને વર્ધમાન પ્રોવિઝન સ્ટોરમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા.
માલવિયા ફાટક પાસે આવેલ અંબિકા દાળ પકવાનમાંથી બે કિલો વાસી મીઠી ચટણી, એ-વન ફ્રુટવાળા પાસેથી 4 કિલો વાસી ડ્રેગન અને 2 કિલો પેશન ફ્રુટ, બાબુભાઈ રગડાવાળા, પી.ડી. ચાઈનીઝ તેમજ જલારામ ફરસાણ, રાજશક્તિ પાન, વેદમાતા પાન, દિલખુશ આમલેટ, શ્રી સાંઈ દાળ પકવાન, દિલખુશ આમલેટ, મહાદેવ દાળ પકવાન, દિપક એગ્ઝ ઝોન અને નિલકંઠ આઈસ્ક્રીમને લાયસન્સ રિન્યુ કરવા બાબતની નોટિસ ફટકારી હતી તેમજ જ્યુબેલી શાક માર્કેટ પાસે આવેલ જલારામ ઘી ડેપોમાંથી અને ભક્તિનગર સર્કલ આગળ આવેલ વર્ધમાન પ્રોવિઝન સ્ટોરમાંથી ઘીના નમૂના લઈ તેને ચકાસણી અર્થે લેબોરેટરી ખાતે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી છે.
- Advertisement -



