By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    23 hours ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    2 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    2 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    3 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    20 hours ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    21 hours ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    23 hours ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    2 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    22 hours ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    23 hours ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    2 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    4 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયની આ 17 ફોટામાં જુઓ સફર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > PHOTO STORY > બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયની આ 17 ફોટામાં જુઓ સફર
PHOTO STORY

બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયની આ 17 ફોટામાં જુઓ સફર

Khaskhabar Editor
Last updated: 2022/09/09 at 2:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન થયું છે. તેમણે 6 ફેબ્રુઆરી 1952ના રોજ તેમના પિતા કિંગ જ્યોર્જના મૃત્યુ પછી બ્રિટનનું શાસન સંભાળ્યું હતું, ત્યારે તેઓ માત્ર 25 વર્ષનાં જ હતાં. ત્યારથી તેમણે 70 વર્ષ સુધી શાસન કર્યું. તેમણે 2 દિવસ પહેલાં જ યુકેના 15મા પીએમ લિઝ ટ્રસને શપથ અપાવ્યા હતા.

- Advertisement -

એલિઝાબેથ દ્વિતીય બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લાંબું શાસન કરનાર પ્રથમ મહિલા રાજા છે. અહીં એક્સક્લૂસિવ ફોટા દ્વારા જાણો રાણીની સફર…

1947: એલિઝાબેથે પોતાનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કરી દીધું હતું

- Advertisement -

પ્રિન્સેસ એલિઝાબેથે 21 વર્ષની ઉંમરે રાષ્ટ્રને પ્રથમ સંબોધન કર્યું હતું. તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા હતા. એ સમયે દક્ષિણ આફ્રિકા બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હું મારું આખું જીવન સમાજ અને પરિવારની સેવામાં સમર્પિત કરું છું. આપણે બધા એક પરિવારનો ભાગ છીએ. એ સમયે તેઓ રાણી નહીં, પણ રાજકુમારી હતાં.

1953: તાજપોશી
ફેબ્રુઆરી 1952 માં બધું બદલાઈ ગયું. એલિઝાબેથના પિતા કિંગ જ્યોર્જ, જેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમનું નિધન થયું. હવે બ્રિટનને નવાં રાણી મળવાનાં હતાં. એલિઝાબેથ II એ માત્ર 25 વર્ષની વયે બ્રિટનનું શાસન સંભાળ્યું. જૂન 1953માં તેમનો સત્તાવાર રીતે રાજ્યાભિષેક થયો હતો. આ કાર્યક્રમ પહેલીવાર ટીવી પર બતાવવામાં આવ્યો હતો. આ દરમિયાન એલિઝાબેથે કહ્યું હતું કે- મારી પાસે આ નવી જવાબદારીનો બહુ ઓછો અનુભવ છે. મારાં માતા-પિતા જે રીતે બધું સંભાળતાં હતાં, હું પણ એ જ રીતે કામ કરીશ. આ પ્રસંગે હું દિલથી તમારા બધાનો આભાર માનવા માગું છું.

1957: અમેરિકાનો પ્રથમ પ્રવાસ
રાણી એલિઝાબેથ દ્વિતીયે તેમના જીવનકાળ દરમિયાન 90 દેશનો પ્રવાસ કર્યો હતો. તેમણે ભારત, રશિયા, દક્ષિણ આફ્રિકા જેવા દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી 1951માં એલિઝાબેથ યુએસ પ્રમુખ હેરી એસ. ટ્રુમેન મળ્યાં હતાં. એ સમયે તેઓ રાજકુમારી હતાં. 1957માં રાણી એલિઝાબેથ IIએ અમેરિકાનો સત્તાવાર પ્રવાસ કર્યો. આ દરમિયાન તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડ્વાઇટ ડી. આઇઝનહોવર સાથે મુલાકાત કરી હતી.

1957: ટીવી પર પ્રથમ સંબોધન
રાણી એલિઝાબેથ દ્વિતીયે ક્યારેય ઈન્ટરવ્યુ આપ્યો નહોતો, પરંતુ તેઓ કોઈ ને કોઈ રીતે પોતાના વિચારો લોકો સુધી પહોંચાડતા હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે લોકો સાથે સંબંધો કેવી રીતે જાળવવા. તેઓ દર વર્ષે ક્રિસમસના દિવસે ભાષણ આપતાં હતાં, એ બ્રિટિશ હોલિડે પરંપરા હતી. 1957માં રાણી એલિઝાબેથે પહેલીવાર ટીવીના માધ્યમથી લોકોને સંબોધન કર્યું હતું.

1965: બકિંગહામ પેલેસ ખાતે ‘બીટલમેનિયા’
ઓક્ટોબર 1965માં લોકપ્રિય મ્યુઝિક બેન્ડ ‘ધ બીટલ્સ’ના સભ્યો રાણીને મળવા બકિંગહામ પેલેસ પહોંચ્યા હતા. બેન્ડના સભ્યો જોન લેનન, પોલ મેકાર્ટની, જ્યોર્જ હેરિસન અને રિંગો સ્ટારની એક ઝલક જોવા માટે લોકો ઊમટી પડ્યા હતા. મહેલના દરવાજા પર ચઢીને લોકો અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાણીના ઘરની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાણીએ બેન્ડ સભ્યોનું સન્માન કર્યું હતું. પોલ મેકાર્ટનીએ રાણીને મળ્યા પછી કહ્યું – તેઓ ખૂબ મૈત્રીપૂર્ણ હતા.

1966: એબરફાન ખાણ આપત્તિ
21 ઓકેટોબર 1966માં સાઉથ વેલ્સના ગોમ એબરફાનમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું. એમાં 144 લોકોનાં મોત થયાં હતાં. મરનારમાં મોટા ભાગનાં બાળકો હતાં. આ દુર્ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો. રાણી એલિઝાબેથ II પીડિતોની મુલાકાત માટે 8 દિવસ બાદ પહોંચ્યા હતા, એ બાદ તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

1969: એપોલો 11ના અવકાશયાત્રીઓ સાથે મુલાકાત

ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ, ગ્લોબલ ગુડવિલ ટૂર દરમિયાન 14 ઓક્ટોબર 1969 માં બકિંગહામ પેલેસ ખાતે રાણી એલિઝાબેથ II ને મળ્યા હતા. આ દરમિયાન એક રમૂજી ઘટના બની હતી. આનું વર્ણન કરતાં આર્મસ્ટ્રોંગે કહ્યું હતું – હું એ દિવસે ખૂબ જ બીમાર હતો, હું કાર્યક્રમમાં ન જવા વિશે વિચારી રહ્યો હતો, પરંતુ હું ગયો અને રાણીને મળતો હતો ત્યારે મને તેમની સામે ઉધરસ આવી હતી. કોલિન્સ પણ સીડી પર પડી ગયો હતો.

1970: પ્રથમ શાહી યાત્રા
તેમની પ્રથમ શાહી મુલાકાત દરમિયાન રાણી એલિઝાબેથ દ્વિતીયે સદીઓની પરંપરા તોડી હતી. તેમણે લોકોને દૂરથી હાથ લહેરાવવાને બદલે નજીક આવી અભિવાદન કર્યું. પ્રથમ શાહી મુલાકાત 1970માં ઓસ્ટ્રેલિયાની હતી. આ દરમિયાન તેઓ સિડનીમાં લોકોની વચ્ચેથી પસાર થયાં હતાં.

1981: ચાર્લ્સ અને ડાયનાના લગ્ન
29 જુલાઈએ 1981માં પ્રિન્સ ચાર્લ્સ અને ડાયના સ્પેંસરના લગ્ન થયા હતા. તેમની એક ઝલક જોવા માટે સેન્ટ્રલ લંડનમાં લોકોની ભીડ ઊમટી પડી હતી. લોકો પ્રિન્સેસ ડાયનાને પસંદ કરતા હતા, પરંતુ તેમની અને ચાર્લ્સ વચ્ચે કોઈ મીઠાશ નહોતી. લગ્નનાં 11 વર્ષ બાદ 1992માં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.

1986: ચીનનો પ્રવાસ કરનારાં પ્રથમ મહારાણી
1986માં એલિઝાબેથે ચીનની મુલાકાત લીધી હતી. બ્રિટિશ રાણી ચીનની મુલાકાતે આવી હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. તેમના પ્રથમ પ્રમુખ, રિચર્ડ એમ. નિક્સન અને વડાપ્રધાન માર્ગરેટ થેચર ચીનની મુલાકાતે ગયા હતા. આ મુલાકાતને બ્રિટન દ્વારા રાજદ્વારી પ્રયાસ તરીકે જોવામાં આવી હતી.

1996: નેલ્સન મંડેલાનું સ્વાગત
જુલાઈ 1996માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ નેલ્સન મંડેલા 4 દિવસની મુલાકાતે બ્રિટન આવ્યા હતા. મંડેલાની મુલાકાત દરમિયાન તેમની અને રાણીની વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ હતી. રાણીએ મંડેલાને બકિંગહામ પેલેસમાં આમંત્રણ આપ્યું હતું. આ સિવાય બંને સેન્ટ્રલ લંડનમાં પણ ફરતા જોવા મળ્યા હતા.

1997: ડાયનાનું મોત
ડાયના 31 ઓગસ્ટ 1997 ના રોજ પેરિસમાં ડિનર માટે કારમાં નીકળ્યા હતા, ત્યારે તેમની કારનો અકસ્માત થયો હતો અને તેઓ મૃત્યુ પામ્યા. આ સમાચાર સાંભળીને ડાયનાને ચાહનારા લાખો લોકોને આઘાત લાગ્યો હતો. આ સમાચાર વિશે રાણી એલિઝાબેથની પ્રતિક્રિયા ઘણી પાછળથી આવી, જેના પછી શાહી પરિવારને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

2007: પ્રથમ ટીવી સંબોધનને 50 વર્ષ
વર્ષ 2007એ રાણી એલિઝાબેથ IIના પ્રથમ ટેલિવિઝન સંબોધનનાં 50 વર્ષ પૂરાં થયાં હતાં. આ દરમિયાન તેમણે એક ભાષણ આપ્યું હતું. ભાષણમાં તેમણે કહ્યું હતું કે- વૃદ્ધત્વની એક વિશેષતા એ છે કે તમે તમારી આસપાસ થઈ રહેલા ફેરફારોને જુઓ અને અનુભવો છો. 50 વર્ષ પહેલાં જે બન્યું હતું એને યાદ કરીને અત્યારસુધી જે ફેરફારો થયા છે એની પ્રશંસા કરી શકાય. તમે એ પણ જાણો છો કે શું બદલાયું નથી.

2012: લંડન ઓલિમ્પિક
2012 લંડન ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં રાણી એલિઝાબેથ IIએ લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. તે પ્રખ્યાત જાસૂસ જેમ્સ બોન્ડનું પાત્ર ભજવનાર અભિનેતા ડેનિયલ ક્રેગ સાથે સમારોહમાં પહોંચ્યાં હતાં. એક વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે જેમ્સ બોન્ડ (ડેનિયલ ક્રેગ) બ્રિટનનાં રાણીને લેવા મહેલમાં ગયા. બંને ત્યાં હેલિકોપ્ટરમાં સાથે બેઠા અને સ્ટેડિયમ જવા રવાના થયા. હેલિકોપ્ટર હવામાં હતું ત્યારે રાણી અને જેમ્સ બોન્ડ પેરાશૂટ વડે હેલિકોપ્ટરમાંથી છલાંગ લગાવી હતી. અલબત્ત, આ માટે રાણીના બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

2020: પ્રિન્સ હેરી અને મેગન માર્કલે શાહી પરિવારમાંથી અલગ થઈ ગયા​​​​​​​
બ્રિટનના રાજવી પરિવારના પ્રિન્સ હેરી અને મેઘન માર્કલે 2018માં લગ્ન કર્યા હતા. ઓક્ટોબર 2019માં એવું જાણવા મળ્યું કે શાહી પરિવાર અને આ બંને વચ્ચે બધું બરાબર નથી. આખરે મીડિયાની અટકળો સાચી પડી અને 9 જાન્યુઆરી 2020ના રોજ બંનેએ શાહી પરિવારથી અલગ થવાની જાહેરાત કરી. આ પછી જ દંપતીએ ‘રોયલ હાઇનેસ’નું બિરુદ અને શાહી પરિવાર દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ છોડી દીધી હતી.

2021: પ્રિન્સ ફિલિપનું મોત
પ્રિન્સ ફિલિપનું 9 એપ્રિલ 2021ના રોજ નિધન થયું હતું. તેઓ 99 વર્ષના હતા. રાણી એલિઝાબેથ દ્વિતીય અને તેમના લગ્નને 73 વર્ષ પૂર્ણ થયાં હતાં. ઈંગ્લેન્ડમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન દરમિયાન તે લંડનના વિન્ડસર કેસલમાં રાણી સાથે રહેતા હતા.

You Might Also Like

G7 સમિટ: ફેમિલી ફોટોમાં કેન્દ્રમાં દેખાયું ભારત, મોદીએ વર્લ્ડ લીડર્સ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી

વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન-મૌનવ્રત: પ્રધાનમંત્રીના 45 કલાક કઈંક આવા રહેશે, 2 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત

અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની શરૂ, ઓરીએ શેર કરી તસવીરો

‘ચકાચક’ બાપુનાં નામથી જાણીતા અમૃતગિરિ બાપુએ ‘ખાસ-ખબર’માં પગલાં કર્યાં

અંદરથી આટલું ભવ્ય દેખાશે નવું સંસદભવન, અંદાજીત 1200 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું, જુઓ ફોટો

TAGGED: britain, journey, QUEENELIZABETHSECOND
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીના આઝાદ માર્કટમાં વિસ્તારમાં બની દુર્ઘટના: નવી બનનારી બિલ્ડીંગ પડવાથી કેટલાય મજૂરો દટાયા
Next Article જૂનાગઢનાં વિકાસનું પેટફાટી જાય એટલા 112 કરોડનાં કામ મંજૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

PHOTO STORYઆંતરરાષ્ટ્રીયખાસ-ખબર

G7 સમિટ: ફેમિલી ફોટોમાં કેન્દ્રમાં દેખાયું ભારત, મોદીએ વર્લ્ડ લીડર્સ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 year ago
PHOTO STORYરાષ્ટ્રીય

વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન-મૌનવ્રત: પ્રધાનમંત્રીના 45 કલાક કઈંક આવા રહેશે, 2 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 years ago
PHOTO STORYબોલીવુડ

અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની શરૂ, ઓરીએ શેર કરી તસવીરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?