- અનુષ્ઠાનમાં દેશભરથી માંડીને વિદેશમાં રહેતા ભારતીયો પણ સામેલ થશે: રામલલ્લાની પૂજા તિરૂપતી બાલાજીની જેમ સુપ્રભાતમથી માંડીને શયન સુધીની નિર્દિષ્ટ વિધીથી થશે
અત્રે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય તૈયારી ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહા શિવરાત્રી સુધી 48 દિવસનું અનુષ્ઠાન થશે.જેમાં દેશભરમાં અને વિદેશોમાં રહેતા પ્રવાસી ભારતીય પણ સામેલ થઈ શકશે. અયોધ્યામાં રામલલ્લાના પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું અનુષ્ઠાન 17 જાન્યુઆરીથી શરૂ થઈને 22 જાન્યુઆરી સુધી ચાલશે.
ત્યારબાદ 88 દિવસનું મંડલ પૂજન અને મંડલાભિષેક પણ થશે.જે 7 માર્ચ મહા શિવરાત્રી સુધી ચાલશે. આ મંડલ પૂજનમાં દેશભરમાં રહેતા બિન નિવાસી ભારતીય પણ યજમાન તરીકે સંમિલિત થઈ શકશે. આ દરમ્યાન સવાસો વૈદિક આચાર્ય ગણ ચાર વેદોની 76 શાખાઓનાં દિવ્ય ગ્રંથોની પારાયણ કરશે. આ જાણકારી કાંચી કામકોટી શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીએ આપી હતી.
- Advertisement -
તેમણે વધુમાં શ્રીરામ યજ્ઞ સંરક્ષણ મુર્તિ છે.તેમની પુજા ઉતમ પ્રકારે થશે અને પાલખી યાત્રા પણ કાઢવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તિરૂપતી બાલાજીમાં જે પ્રકારે સુપ્રભાતમાંથી લઈને શયન સુધી પૂજનનું વિધાન છે. એ પ્રકારે રામલલાની પણ પૂજા કરાશે. તેમણે જણાવ્યું હતું કે રામલલ્લાનો પ્રતિષ્ઠા સમારોહ આ શતાબ્દિનો મૂખ્ય ઉત્સવ છે.