ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે 2023 નિમિત્તે સિવિલ સુપ્રિટેન્ડન્ટ અને સાઈકિયાટ્રિસ્ટ ડો.જિજ્ઞેશ પરમાર દ્વારા મનોદિવ્યાંગ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને જરૂરી સારવાર આપવામાં આવી હતી તેમજ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વેરાવળના 50થી વધારે મનોદિવ્યાંગ લોકોને વિવિધ પ્રકારની રમત જેમકે, લીંબુ ચમચી, બોલિંગની ગેમ, રિંગ નિશાન લગાવવા વગેરે રમતો રમાડવામાં આવી. આ રીતે ચોકસી કોલેજની ટીમ સાથે મળીને મનોદિવ્યાંગ લોકો સાથે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય અંગે વિસ્તૃત સમજ આપવામાં આવેલ. તેમજ આ વિદ્યાર્થીઓ જાતે પોતાનું, પોતાના પરિવારજનોનું તેમજ પોતાના સગા સંબંધી ઓનું અને આ રીતે કોમ્યુનિટી લેવલે સમાજમાં લોકોને પોતાનું માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં કઈ રીતે મદદરૂપ થઇ શકે તેમજ માનસિક તકલીફ ધરાવતા લોકોને જરૂરી માર્ગદર્શન, સલાહ તેમજ સારવાર માટે સાયકીઆટ્રીસ્ટ અને સાયકોલોજીસ્ટ પાસે મોકલીને સમાજમાંથી માનસિક સમસ્યાની સારવાર અને નિવારણમા કઇ રીતે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી શકે તે અંગે વિગતવાર સમજ આપવામાં આવેલ.