ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં છેલ્લા ઘણા દિવસથી મોબાઇલ ઉઠાંતરી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતા રેન્જ આઇજી અને પોલીસ અધિક્ષકની સુચનાથી સી-ડીવીઝન ઇન્ચાર્જ પીઆઇ વી.બી.રાણા તથા પોલીસ સ્ટાફ મળેલી ચોકકસ બાતમીના આધારે આરોપી મધુરમ બાયપાસ પાસે આવેલ સેન્ટ્રલ પ્લાઝા કોમ્પલેક્ષ પાસે ઉભો હોવાનું હકીકત મળતા મોબાઇલ ચોરીમાં સંડોવાયેલ આરોપી ભાવેશ પરી ઉર્ફે ભાવલો મેરામપરી ગોસ્વામી રહે.ગોંડલવાળાને ઝડપી લેવામાં સફળતા મળી હતી. તેની પાસેથી ત્રણ મોબાઇલ કિ.રૂા.37400 મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો. જેમાં સી-ડીવીઝન પોલીસ સ્ટેશન હદમાં રવિવારના દિવસે ભરાતી ગુજરીમાંથી ત્રણ મોબાઇલ ચોરી થઇ હતી. જેનો ભેદ ઉકેલવામાં સી-ડીવીઝન પોલીસને સફળતા મળી હતી.
મોબાઇલ ચોરને ઝડપવામાં સી-ડિવિઝન પોલીસને સફળતા



