મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાનને મહિન્દ્રા થાર એસયુવી ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાનને મહિન્દ્રા થાર એસયુવી ભેટમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ વિશે પોસ્ટ કર્યું છે, જેમાં તેણે કહ્યું છે કે જો નૌશાદ ખાન તેમની તરફથી થારને ભેટ તરીકે સ્વીકારે છે તો તે તેમનું સૌભાગ્ય હશે. આ પોસ્ટમાં આનંદ મહિન્દ્રાએ એક વીડિયો પણ શેર કર્યો છે.
- Advertisement -
Congratulate @sarfarazkhan @ImRo45 Allah give you Lot of success …"Chak-De-India"
Again want to see as a captain to rohit sharma in wordcup
✌GO-GO-ROHIT SHARMA✌#SarfarazKhan #indiancricket #cricketfans #CricketTwitter #BCCI #Worldcup🏆 w pic.twitter.com/lddG67e9W8
— Mak (@IamMak_7) February 16, 2024
- Advertisement -
નૌશાદ ખાન સરફરાઝ ખાનના પિતા છે
આનંદ મહિન્દ્રાએ વીડિયોની સાથે “X” પોસ્ટમાં લખ્યું – “હાર ન માનશો, બસ! સખત મહેનત, હિંમત, ધૈર્ય… એક પિતામાં તેના બાળકને પ્રેરણા આપવા માટે આનાથી વધુ સારા ગુણો કયા હોઈ શકે? એક પ્રેરણાદાયી માતા-પિતા હોવાના કારણે જો નૌશાદ ખાન થારને ભેટ તરીકે સ્વીકારે તો તે મારા માટે વિશેષાધિકાર અને સન્માનની વાત છે. તમને જણાવી દઈએ કે નૌશાદ ખાન સરફરાઝ ખાનના પિતા છે.
“Himmat nahin chodna, bas!”
Hard work. Courage. Patience.
What better qualities than those for a father to inspire in a child?
For being an inspirational parent, it would be my privilege & honour if Naushad Khan would accept the gift of a Thar. pic.twitter.com/fnWkoJD6Dp
— anand mahindra (@anandmahindra) February 16, 2024
ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શાનદાર બેટિંગ કરી
ઉલ્લેખનીય છે કે સરફરાઝ ખાને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી પરંતુ તે પછી તે 62 રન બનાવીને રનઆઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ પોતાના રનઆઉટ અંગે પોતાની ભૂલ સ્વીકારી હતી. જાડેજાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું- ‘હું સરફરાઝ ખાન માટે દુઃખી છું. આ બધું મારી ભૂલને કારણે થયું. સરફરાઝ ખૂબ સારું રમ્યો. 26 વર્ષના સરફરાઝ ખાનની આ ડેબ્યૂ ઇન્ટરનેશનલ મેચ છે. સરફરાઝ ખાને કહ્યું, ‘હું 6 વર્ષનો હતો જ્યારે તેણે મારી ક્રિકેટ ટ્રેનિંગ શરૂ કરી હતી. તેની સામે ભારતીય ટીમ માટે રમવાનું મારું સપનું હતું.