CCTVના આધારે છઇઈંને ફરીયાદ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
- Advertisement -
વિસાવદર યુનિયન બેન્કની શાખાના કમેચારીઓ જાણે બેંકના બધા નિયમો ઘોળીને પી ગયા હોય એવું મનમાની ભર્યું વતેન કરી રહ્યા છે.એક તો વૃધ્ધ લોકો માટે કોઈ જાતની વ્યવસ્થા નથી બીજા માળે આવેલી આ શાખાની લિફ્ટ બંધ છે. આજે એક વૃધ્ધ ખેડુત દેવરાજભાઈ ડોબરીયા ગામડેથી રીક્ષામાં આવ્યા હતા જેને પેરાલિસિસનો હુમલો આવેલ છે, તે અશક્ત વૃધ્ધની હાલત જોઈ કોઈને પણ દયા આવી જાય તો તેના માટે અન્ય શાખા જે સ્ટેટ બેંક આજ બિલ્ડિંગમાં આવેલ છે. તેઓએ માનવતા દર્શાવી અને નીચે આવીને જરૂરી કાર્યવાહી કરીને સહકાર આપ્યો હતો પણ યુનિયન બેન્કના અધિકારીઓ તેને બેફામ ન બોલાય એવું વતેન કરી બીજા માળે પોતાના એકાઉન્ટ માંથી પૈસા ઉપાડવા કનડગત કરવામાં આવેલ.
આ ઘટનાની ટુંક સમયમા સીસીટીવી ફૂટેજ મેળવીને આર.બી.આઈ.ને તેમજ શાખાની હેડ ઓફીસ ખાતે આ અધિકારીઓ સામે ફરીયાદ નોંધાવવામાં આવશે તેમજ તેઓના દ્વારા મનફાવે એવા નિયમો સમજાવી ખોટી રીતે રીઝવે બેંકનો પરીપત્ર છે એવી ધમકી આપે છે. તેમજ કથળેલા બેંક વ્યવહારમાં સ્ટાફની સતત ગેરહાજરી જોવા મળે છે. કે.વાય.સી. બાબતે પણ ઉંધા ચશ્માઓ પહેરાવી ધક્કા ખવડાવતા રહે છે. રામભરોસે ચાલતી આ બેંક બીજા માળે છે અને રિઝર્વ બેંકના નિયમોનું પાલન કરે છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. ખાતામા ખોટી રીતે ટી.ડી.એસ. કાપવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે ગરિબ અભણ ખેડૂતો માટે આ બેંકમાં ખાતુ ખોલાવ્યું હોય તો તે જાણે શ્રાપ હોય છે એવું લોકો કહી રહ્યા છે.



