જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ તેના માટે શહેરના એ.ડીવીઝન પોલીસ સ્ટેશન હદમાં આવેલ પ્રદીપ ચોકી તેમજ ધરાનગર વિસ્તરામાં આવેલ કર્ટિકલ બુથ તેમજ સંવેદન શીલ વિસ્તારોમાં બીએસએફ, ક્યુઆરટી અને એસઆરપી જવાનો સાથે પોલીસ અધિકરી સહીત સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણીની મતદાન તારીખ નજીક આવી રહી છે
ત્યારે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ સાથે શહેરના સંવેદન શીલ વિસ્તારોમાં રોજ બરોજ ચેકીંગ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.અને આગામી 7 મેના રોજ મતદારો શાંતિ પૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેના માટે જિલ્લા ભરમાં પોલીસની ટુકડી દ્વારા બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે.