– બાગ-બગીચા સુકાવા લાગ્યા: ઈમરજન્સી સેવા ‘સ્ટેન્ડબાય’
કલાયમેટ ચેન્જના પ્રભાવ હેઠળ વાતાવરણમાં અસામાન્ય ફેરફારોની દુનિયાના દેશો ઝઝૂમી રહ્યા જ છે ત્યારે બ્રિટન વધુ એક વખત ભીષણ ગરમી-હીટવેવમાં સપડાયુ છે. આવતા બે દિવસમાં તાપમાન 35 ડીગ્રીને પાર કરી જવાની આગાહી વચ્ચે સરકાર દ્વારા રેડ પછીનું સૌથી મોટું ‘અંબર એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -
સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે પ્રવર્તમાન હીટવેવ ગત જુલાઈ જેવી ભયાનક નહીં હોય છતાં સામાન્ય કરતા વધુ લાંબા ઉનાળા અને આકરા તાપ વચ્ચે દુષ્કાળ જેવી હાલત નજીકના ભૂતકાળમાં જોવા મળી ન હતી. મોટાભાગના લોકો એવો દાવો કરે છે કે ભૂતકાળમાં આટલો ભીષણ ઉનાળો કયારેય નિહાળ્યો કે અનુભવ્યો નથી.
આકરા તાપ અને હીટવેવને કારણે બાગ-બગીચા ઉજજડ-વેરાન બનવા લાગ્યા છે. પાણીનાં સ્ત્રોત સુકાઈ જતા જાળવણી મુશ્કેલ બની છે. માર્ગો પરના વૃક્ષો પણ સુકાવા લાગ્યા છે જેને કારણે આગ જેવી દુર્ઘટનાઓનું જોખમ વધી ગયું છે. પાણીનો ઉપયોગ નિયંત્રીત કરવા માટે હોઝપાઈપ પર સરકારે પ્રતિબંધ મુકયો છે. આગ જેવી દુર્ઘટનાઓથી મુશ્કેલી સર્જાવાનો ભય રહે છે.
- Advertisement -
પ્રવર્તમાન હીટવેવની હાલતમાં સંભવિત દુર્ઘટનાઓ સામે ઈમરજન્સી સેવા વિભાગને સ્ટેન્ડ બાયના આદેશ કરવામાં આવ્યા છે. બ્રિટનમાં સામાન્ય રીતે ઉનાળો હળવો રહેતો હોવાથી ફ્રાંસથી સેંકડો લોકો આવ્યા હતા. પરંતુ આકરી ગરમીથી અકળાઈને ફરી વતનવાપસી કરવા લાગ્યા છે.