ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30
ખાટકીવાસ પાસે ગૌરક્ષકોની ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો હતો અને બાદમાં ટોળાએ હંગામો કર્યો હતો બે વાહનો પોલીસ મથકે લઇ જવા મુદે પણ તંગદીલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું બનાવ અંગે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેથી એ ડીવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના વાવડી ગામે બજરંગ સોસાયટીના રહેવાસી લાલજીભાઈ ઉર્ફે કૌશિક જગદીશ નિમાવત (ઉ.વ.34) નામના યુવાને આરોપીઓ જાકીર હુશેન, ઇસુ મુસા કટારીયા, શબ્બીર અબ્બાસ, હુરબાઈબેન અલી, ફાતમાબેન દાઉદભાઈ રહે બધા મોરબી તેમજ જીએ 12 બીઝેડ 8346 વાહનનો ચાલક તેમજ અન્ય પંદરથી વીસ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મિત્ર સાગર પલાણ એક બોલેરો ગાડીમાં પશુ ભરેલ હોવાનો શક રાખી તેની પાછળ ખાટકીવાસ જતા તેને માર મારતા હોવાનો વોટ્સએપ મેસેજ ગૌરક્ષક દળના ગ્રુપમાં મુક્યો હતો જે મેસેજ સાંભળી ફરિયાદી અને તેના મિત્ર રવિ જીતેન્દ્રભાઈ તેને બચાવવા જતા દિનેશ રામજીભાઈને લાકડાના ધોકા અને ઢીકા પાટું વડે માર મારતા હતા જેને બચાવવા જતા ટોળામાં રહેલા આરોપીઓએ ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી. સામાપક્ષે ખાટકીવાસમાં રહેતા ફરિયાદી સબીર અબ્બાસ તરકબાણે આરોપીઓ મહેબુબ સુલેમાન સુમરા, સાગર કાંતિલાલ પલાણ, રવિ હિતેન્દ્ર પાલા, કૌશિક ઉર્ફે લાલો જગદીશ નિમાવત અને દિનેશ રામજી લોરિયા રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મહેબુબ અને સાગર ઘેટા બકરા આપવા આવેલ બોલેરો પીકઅપ ગાડીનો પીછો કરી ગૌ માંસ ભરેલ હોવાની શંકા રાખી આવ્યા અને ફરિયાદી સાથે વાતચીત કરતા હતા ત્યારે અન્ય ત્રણ આરોપીઓ આવી ગયા અને લત્તાવાસીઓ પણ ભેગા થઇ જતા વાતાવરણ ઉગ્ર બની જતા ફરિયાદી અને સાહેદો સાથે ઝપાઝપી કરી ફરિયાદી તેમજ અન્યને સામાન્ય ઈજા પહોંચાડી હતી મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે