મોરિટાનિયામાં મુસાફરો એક માછલી પકડનાર બોટમાં સવાર થયા હતા જે એટલાન્ટિક મહાસાગરથી ચાર કિલોમીટર દૂર ફસાઇ ગઇ હતી. આ બોટમાં કુલ 170 જેટલા મુસાફરો હતા. જેમાં બોટ દુર્ઘટનામાં 89 લોકોના મોત થયા છે.
મોરિટાનિયાના નૌઆકશોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોરિટાનિયા કોસ્ટ ગાર્ડે દક્ષિણ-પશ્ચિમ મોરિટાનિયામાં એનડિયાગો નજીક 89 ગેરકાયદેસર મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા. આ તમામ પ્રવાસીઓ એક ફિશિંગ બોટમાં સવાર હતા, જે એટલાન્ટિક મહાસાગરથી ચાર કિલોમીટર દૂર ફસાઇ ગઇ હતી.
- Advertisement -
અહેવાલમાં જણાવાયું છે કે મોરિશિયન કોસ્ટ ગાર્ડે પાંચ વર્ષની બાળકી સહિત નવ લોકોને બચાવ્યા હતા. બોટમાં 170 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જે છ દિવસ પહેલા સેનેગલ-ગેમ્બિયા બોર્ડરથી યુરોપ જવા રવાના થયા હતા.
દર વર્ષે હજારો આફ્રિકન માઇગ્રન્ટ્સ સાઉદી અરેબિયા પહોંચવા માટે ઈસ્ટર્ન રુટ દ્વારા યમનથી લાલ સમુદ્ર પાર કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમયગાળા દરમિયાન ભૂખ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આ તમામ સ્થળાંતર કરનારાઓ વધુ સારા કામ અને સારી આર્થિક તકોની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે.