આમાં બ્લેક કોફીના ફોટો જ લેવા, દૂધવાળી કોફીના નહીં
કોફીમાં લગભગ એક હજાર જેટલા અસરકારક સંયોજનો છે જેમાં વિપુલ માત્રાના ક્લોરોજેનિક એસિડના અદભૂત સંયોજનનો પણ સમાવેશ થાય છે
- Advertisement -
દૂધનું પ્રોટીન કોફીના અનુપમ પ્રાકૃતિક સંયોજનોની હકારાત્મક અસરોને ખત્મ કરી નાખે છે
બ્લેક કોફીને ઔષધ સમજી તેનું નિયમિત સેવન કરવાથી વૃદ્ધત્વ ડાયાબિટીસ હ્રુદયની તકલીફો વિગેરે અસરકારક રીતે નિશ્ચિતપણે ટાળી શકાય છે
આયુર્વેદ તબીબો અને પ્રાકૃતિક ચિકિત્સકો દ્વારા થતો કોફીનો વિરોધ સમજણ વગરનો છે અથવા પૂર્વગ્રહ પ્રેરિત છે
- Advertisement -
ડો. અશ્વિન ભટ્ટ (ખંભાત) ના આભાર સાથે,
લે. ડો. મનીષ આચાર્ય
(ગફિીંજ્ઞિાફવિં)
ડો. ચેતના ભગત
(ગફિીંજ્ઞિાફવિં)
કોફી એ પાણી પછીનું અમેરિકામાં બીજું સૌથી વધુ પીવાતું પીણું છે. પશ્ચિમના દેશોમાં અને ભારતના દક્ષિણી રાજ્યોમાં ખાંડ અને દૂધ વગરની બ્લેક કોફી પીવાની પરંપરા છે પણ તે સિવાય ભારતમાં જાડા મલાઈદાર દૂધ અને ખાંડ સાથેની કોફી પીવાનું ચલણ છે. સ્વાદમાં કોઈના માટે આ વાત સારી હશે પરંતુ તાજેતરના છેલ્લા આધારભૂત અને વિશ્વાસપાત્ર એવા તટસ્થ વૈજ્ઞાનિક સંશોધનો સૂચવે છે કે ખાંડ અને દૂધ વગરની બ્લેક કોફી એ અનેક અદભૂત ઔષધીય લાભો આપતું પીણું છે.
વર્તમાન અને તાજેતરના પુરાવા સૂચવે છે કે ….( ખાંડ અને દૂધ વગરની ગ્રીન ટીની જેમ ) ખાંડ અને દૂધ વગરની કોફીનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. અલબત્ત આ લેખની શરૂઆતમાં જ કહી દઉં કે હ્રુદયની જટિલ બીમારીઓ અને હાઈ બીપી ના દર્દીઓએ પોતાના ડોકટરની સલાહ લઈને જ આવી કોફીના પ્રયોગ કરવા અને સગર્ભા સ્ત્રીઓ અને બાળકોએ તો કોફી સદંતર ટાળવી જોઈએ.
તો ચાલો હવે કોફી બાબતે સામાન્ય લોકો માટે અજાણી એવી કેટલીક રસપ્રદ અને છતાં યે તથ્યપૂર્ણ વાતો જાણી લઈએ!
વાસ્તવમાં કોફીમાં લગભગ એક હજાર જેટલા અસરકારક સંયોજનો છે અને, વળી તે ક્લોરોજેનિક એસિડના અદભૂત સંયોજનથી સમૃદ્ધ છે. આ સંયોજન શરીરમાં ઈઅઋઋઊઈંઈ એસિડ અને અંતે ફેરુલિક એસિડમાં પરિવર્તિત થાય છે. કોફી પીધા પછી, ઘણા કલાકો સુધી લોહીમાં ફેરુલિક એસિડનું સારું સ્તર હાજર રહે છે. આ પદાર્થની શરીર પર ઘણી ફાયદાકારક અસરો છે. તે શરીરના કુદરતી એન્ટીઑકિસડન્ટ ગ્લુટાથિઓનનું ઉત્પાદન વધારે છે. તે મગજને ઇસ્કેમિયા રિપરફ્યુઝન ઇજાથી રક્ષણ આપે છે .તે ઇન્ફ્લેમેટરી કેમિકલ ઝગઋ-આલ્ફા દ્વારા થતા નુકસાનથી રક્ષણ આપે છે અને આ બાબત પાર્કિન્સન જેવા રોગો રોકવામાં મદદ કરી શકે છે. ફેરુલિક એસિડ શરીરને નુકશાન પહોચાડતા ફ્રી રેડિકલના સ્કેવેન્જર, સ્ટેબિલાઇઝર અને ચેઇન બ્રેકર તરીકે કામ કરે છે જેથી શરીર ગંભીર હાનીથી બચી જાય છે. તે ઞ ટ રેડિયેશન અને લિપિડ પેરોક્સિડેશન સામે રક્ષણ આપી શકે છે.
બ્લેક કોફીનો ઉપયોગ ડાયાબિટીસ પ્રકાર 2 ના વિકાસને અટકાવી શકે છે .તે ભોજન પછી ખાંડનું સ્તર ઘટાડશે અને ઇંબઅ1ભ સ્તરને ઘટાડવામાં પણ મદદ કરશે. તે કમરનો ઘેરાવો ઘટાડવામાં પણ મદદ કરી શકે છે અને વળી તે લાંબા ગાળે ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારવામાં પણ મદદ કરે છે.
3 થી 6 કપ બ્લેક કોફી પીવાથી ડાયાબિટીસના વિકાસના જોખમને 28% સુધી ઘટાડી શકાય છે. 6 કપથી વધુ બ્લેક કોફી પીવાથી આ જોખમ 35% સુધી ઘટાડી શકાય છે. આ નિષ્કર્ષ બહુ મોટા અને વૈવિધ્યપૂર્ણ લક્ષણો ધરાવતા લોકોના જૂથોના અભ્યાસ પછી પ્રાપ્ત થયા છે. જાપાનમાં સત્તત 13 વર્ષના સંશોધન પછી એ વાત સ્પષ્ટ થઈ છે કે આ રીતે ડાયાબિટીસ થવાનું જોખમ 42% જેટલું ઘટાડી શકાય છે.
આ અત્યંત આધારભૂત સંશોધનો ત્યાં સુધી કહે છે કે, બ્લેક કોફીના સેવન દ્વારા દીર્ધાયુષ્યની પ્રાપ્તિમાં મદદ મળી શકે છે, પરંતુ ખાંડ અને દૂધ વગરની કોફીની વાત છેલ્લે સુધી યાદ રાખવી જરુરી છે.
સંશોધનો દર્શાવે છે કે 2 થી 5 કપ (16 થી 40 ઔંસ) ની કોફી પીવાથી ઓછો મૃત્યુદર હાંસલ કરી શકાય છે, તેનાથી હૃદય રોગથી થતા મૃત્યુ, પ્રકાર 2 ડાયાબિટીસ, લીવર રોગ, પાર્કિન્સોનિઝમ, ઉદાસીનતા અને અજંપો ટાળી શકાય છે.
પાંચ કપ બ્લેક કોફીના નિયમિત સેવનથી એડીપોનેક્ટીન અને ફેટુઈન-એ સ્તરો પર અસરો દ્વારા યકૃત અને એડિપોસાઇટ કાર્યમાં સુધારો થાય છે. આ બાબત વજન ઘટાડવામાં અને કમરનું કદ ઘટાડવામાં મદદરૂપ છે.
(ઊઙઈંઈ-ગક) યુરોપિયન પ્રોસ્પેક્ટિવ ઇન્વેસ્ટિગેશન ઇન કેન્સર એન્ડ ન્યુટ્રિશન નામના ડચ અભ્યાસમાં 13 વર્ષથી વધુ સમય માટે 37514 વ્યક્તિઓનું અવલોકન કરવામાં આવ્યું હતું. જેમણે મધ્યમ માત્રામાં કોફીનો ઉપયોગ કર્યો હતો..દિવસના 6 કપ સુધી તેઓને હૃદય રોગ સામે સારું એવું રક્ષણ મળ્યું હતું. 6 કપથી વધુનો કોઈ વધારાનો ફાયદો નહોતો.
સંશોધનોએ એક એવું પણ તારણ કાઢ્યું છે કે દરરોજ 3-4 કપ પીવાથી પણ નોંધપાત્ર સ્વાસ્થ્ય લાભ થાય છે, કેન્સરનું જોખમ 18% ઓછું થાય છે. હૃદયના રોગોમાં ઘટાડો, હૃદયરોગને કારણે થતા મૃત્યુમાં ઘટાડો અને અન્ય તમામ કારણથી થતા મૃત્યમાં ઘટાડો થાય છે.
એક પૃથ્થકરણે તારણ કાઢ્યું હતું કે 1 થી 5 કપ જેટલી બ્લેક કોફીનું સેવન તમામ કારણ મૃત્યુના જોખમને ઘટાડે છે. સંશોધનો સ્પષ્ટતા કહે છે કે બ્લેક કોફીનું થોડું વધુ સેવન તમામ કારણસરના મૃત્યુના જોખમને 22% ઓછું કરે છે.
બ્લેક કોફીના નિયમિત સેવનના આપણા સ્વાસ્થ્ય પર અનેકાનેક સ્વાસ્થ્ય લાભો તો છે જ, પરંતુ આવી કોફીમાં બીજી કેટલીક વસ્તુઓ ઉમેરી આ ફાયદાની સંખ્યા અને ઝડપ વધારી શકાય છે. વળી બ્લેક કોફીના આ પ્રયોગના પરિણામ રોજ તમે કેટલા કપ કોફી લો છો તેના ઉપર આધાર રાખે છે. દૂધનું પ્રોટીન અને ખાંડ કોફીના અનુપમ સંયોજનોની અસરો તોડી નાખતા હોવાથી કોફીમાં તે ક્યારેય ન ઉમેરવા તે સ્વાસ્થ્ય માટેનું ડહાપણ છે. આ સિવાય સ્વાસ્થ્યને વધુ મજબૂત કરતા દ્રવ્યો અને પદાર્થોમાં મધ, મેપલ સીરપ, ગાયનું ઘી, તુલસી, તજ, લવિંગ અને મશરૂમની કેટલીક જાતો તેમજ અશ્વગંધા બ્રાહ્મી અને બીજી ઘણી બધી વનસ્પતિઓનો ઉપયોગ ખુબ સારા પરિણામો આપી શકે છે. બ્લેક કોફી સાથે મધનું મિશ્રણ સત્તત રાખી બીજી ઔષધીય વસ્તુઓનો ઉપયોગ ઘણો ફળદાયી રહે છે. દા.ત બ્લેક કોફીમાં ગાયના ઘીની થોડી માત્રા ઉમેરવાથી શરીર ઘટાડવામાં ઝડપી મદદ મળે છે.
કોફી એક હજારથી વધુ સંયોજનો ધરાવતું એક અદભૂત પીણું હોવા ઉપરાંત તે પ્રકૃતિનું એક અતી જટિલ સર્જન છે. માનવીને આવી વસ્તુના સર્જનમાં સદીઓ વીતી જાય ત્યારે કુદરતની આ બેનમૂન ભેટને વિવાદોમાં ઢસડી જવી માનવજાત સાથેનો દ્રોહ છે. તેમાં રહેલા ઘણા તત્વોમાં મહત્વપૂર્ણ જૈવિક પ્રવૃત્તિ હોય છે જેમ કે, કેફીન ,ક્લોરોજેનિક એસિડ , ડી ટેર્પાઇન આલ્કોહોલ્સ , લિગ્નન્સ અને ટ્રિગોનેલિન! દરેક વાતમાં પશ્ચિમની નીંદા કરવી ગાંડપણ છે. અમેરિકન આહારમાં કોફી એ એન્ટિ ઓક્સિડન્ટ્સનો એકમાત્ર સૌથી મોટો સ્ત્રોત છે. પાણી પછી તે અમેરિકામાં 2જી સૌથી વધુ વપરાતું પીણું છે. અમેરિકામાં સામાન્ય 8 ઔંસ કોફીમાં 90 થી 200ળલ ઈઅઋઋઊઈંગઊ હોય છે. ડી-કેફીનેટેડ કોફીના એક કપમાં 8 ઔંસ દીઠ માત્ર 5 થી 15 મિલિગ્રામ કેફીન હોય છે.