મનપા અને 6 પાલિકાની ચૂંટણીમાં ભરેલા નાળિયેરમાંથી કોણ નીકળશે
ભાજપને 35 થી 40 બેઠકો મળવાનો એક્ઝિટ પોલ
મતદાન ઓછું થતાં ભાજપને નુકશાન, જે મતદાન થયું તેમાં રોષ કે ફાયદો?
વોર્ડ નંબર 1, 2, 5, 7, 9, 10, 11 અને 12માં પેનલો તૂટશે
સિંગલ મતદાનથી અનેક વોર્ડના ઉમેદવારોની ઉંઘ હરામ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જુનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44.32 ટકા અને જિલ્લાની નગરપાલિકાઓમાં 66.63 ટકા મતદાન થયું હતું. જયારે ભાજપ કોંગ્રેસ બંને પક્ષે ભારી ખેંચતાણ વચ્ચે જીતના દાવા કર્યા છે.જેમાં જૂનાગડ મનપા ચૂંટણીમાં જે રીતે મતદારોએ મતદાન ઓછું કરતા ભાજપની ઉંઘ હરામ થઇ છે.અને લોકો કહે છે કે, ભાજપને ભાજપ ભારી પડી છે.અને લોકોના મતે કોંગ્રેસની સીટો વધશે અને ભાજપની સીટો ઘટશે જેમાં ભાજપને 35 થી 40 બેઠકો મળવાનો અંદાજ જોવા મળી રહ્યો છે.બીજી તરફ જે ઓછું મતદાન થયું છે. તે જોઈએ તો જે ભાજપના કમીટેડ મતદારો બહાર નીકળ્યા નહિ અને જે ભાજપના મતદારોએ મતદાન કર્યું તે કોના તરફે કર્યું તે પણ એક અલગ ગણિત મંડાઈ રહ્યું છે.જયારે કોંગ્રેસના કમીટેડ મતદારોએ મતદાન કર્યું છે.એટલે ભાજપને નુકશાન થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને કોંગ્રેસને ફાયદો થવાની ચર્ચાએ જોર પકડયું છે.
જૂનાગઢ મનપા ચૂંટણીમાં ભાજપની નીતિરીતિ અને ઉમેદવાર પસંદગી સામે પણ રોષ જોવા મળ્યો હતો તેમજ ગત પાંચ વર્ષના શાશનમાં શહેરમાં થયેલ કામગીરીથી સ્થાનિક નાગરિકોની ભારે નારાજગી જોવા મળી હતી. એટલે જે મતદારો મતદાન મથક સુધી પોહચી ગયા તેને કોની તરફેણમાં મતદાન કર્યું તેતો ઈવીએમ ખુલ્યા બાદ ખબર પડશે જયારે બીજી બાજુ મતદારોના રોષ જોતા તેનો ફાયદો કોંગ્રેસને થવાનો છે.એટલે આ ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થવાનો છે.અને ભાજપને નુકશાન થાય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.જયારે વોર્ડ નંબર 3 અને 14 જે રીતે ભાજપે 8 ઉમેદવારો બિન હરીફ કરાવ્યા તે ઉમેદવારો પોતાના આપ બળે એ વિસ્તારમાં જીતે છે એટલે ભાજપે બહુમતી મેળવવા અને કોંગ્રેસને ઝટકો દેવા જે પ્રયાસ કર્યો તે પણ લોકોએ યાદ રાખીને મતદાન કર્યું છે.
જુનાગઢ જિલ્લાની નગરપાલિકાઓમાં બાટવા 59.36, માણાવદર 56, માંગરોળ 67.20, વિસાવદર 65.54, વંથલી 69.45 અને ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં 79.45 ટકા એમ સરેરાશ અંદાજિત 66.63 ટકા મતદાન શાંતિમય રીતે સંપન્ન થયું હતું. વંથલી તાલુકા પંચાયત કણજા બેઠકની પેટા ચૂંટણીમાં 50.74 ટકા મતદાન થયું છે.જયારે મતગણતરી તા.18 ફેબ્રુઆરીના રોજ સવારે 9 કલાકથી થશે.જેમાં જુનાગઢ મહાનગરપાલિકાની મત ગણતરી કૃષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજ બિલ્ડિંગમાં થવાની છે.
- Advertisement -
અંતિમ સમયે સિંગલ વોટ આપો તેવા ઉમેદવારોના મરણિયા પ્રયાસ
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ગત રોજ જે રીતે મતદાન થઇ રહ્યું હતું એ સમયે ઉમેદવારો મતદારોનો મૂડ જોઈ જતા અનેક વોર્ડમાં છેલ્લી ઘડીયે સિંગલ વોટ આપો તેવો મરણીયા પ્રયાસ શરુ કર્યા હતા જયારે અમુક વોર્ડમાં કોંગ્રેસના ઉમદેવાર મજબૂત હતા તો અમુક વોર્ડમાં અપક્ષ મજબૂત ઉમેદવાર હતા એ સમયે પેનલો તૂટતી જોતા અનેક ઉમેદવારોએ રીતસર સિંગલ વોટિંગ કરો તેવા પ્રયાસ કર્યા હતા હાલ જે રીતે મતદારોનું મતદાન જોતા કોને ભારે પડે છે.તેતો આવતીકાલના પરિણામો બતાવશે કે, ભરેલું નાળીયેર માંથી કોણ વીજેતા થાશે.
મનપા ચૂંટણીમાં સિંગલ વોટથી અનેક વોર્ડમાં પેનલો તૂટશે
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ 18 ફેબ્રુઆરી, 2025ના રોજ જાહેર થશે. ત્યારે ગઈકાલે યોજાયેલા મતદાનમાં ગત ચૂંટણી કરતા ઓછું 44.23% મતદાન નોંધાયું છે, જેણે રાજકીય પક્ષોની ચિંતા વધારી દીધી છે. ઓછા મતદાન પાછળ ભ્રષ્ટાચાર અને ભાજપના નેતાઓના વર્તનને જવાબદાર ગણાવતા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ વખતે ઘણા વોર્ડમાં પેનલ તૂટી શકે છે. જોકે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ જીતનો દાવો કર્યો છે. વિશેષ ચર્ચા વોર્ડ નંબર 1, 2, 5, 7, 9, 10, 11 અને 12 માં પેનલ તૂટવાની છે. મતદાન દરમ્યાન બપોર સુધી સારી સંખ્યામાં મતદાન થયું હતું, પરંતુ બપોર પછી મતદાન ઓછું થતાં ભાજપ ચિંતિત છે. કોંગ્રેસને બપોર પછીના મતદાનથી ફાયદો થવાની શક્યતા છે.