ખાસ-ખબર સંવાદદાતા
દીવની બૂચરવાડા સરકારી માધ્યમિક શાળા ખાતે તમિલ ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર તેમજ સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીજીની જન્મ જયંતિ નિમિત્તે ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રંસગે તમિલ ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર, કવિ, સ્વાતંત્ર્ય સેનાની તેમજ સમાજ સુધારક સુબ્રમણ્યમ ભારતીજીની 142મી જન્મ જયંતિ નિમિત્તે’ ભારતીય ભાષા ઉત્સવ અંતર્ગત ભાષા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત પ્રતિભા બહેન સ્માર્ટ એ પોતાની આગવી શૈલીમાં ભારતીજીની સુપ્રસિદ્ધ કવિતાનું તમિલ ભાષામાં કાવ્ય – પઠન કરી તેમજ તેનો કાવ્યાનુવાદ કરીને સૌને મંત્ર મુગ્ધ કર્યા.અંતમાં શાળાના વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત અને સુબ્રમણ્યમ ભારતીનું પ્રિય એવું વંદે માતરમ ગીત ગાય ને સૌએ ભારતીજીને ભાવાંજલિ અર્પણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.