કર્મીઓ સાથે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં
આવતા મહિને ફાઇનલ થઇ જશે!: ચૂંટણી પૂર્વે મોટી ભેટ આપવા મોદી સરકાર તૈયાર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સરકારી બેંક કર્મચારીઓને જલ્દી સારા સમાચાર મળી શકે છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશનએ સરકારી કર્મચારીઓ માટે 15 થી 20 ટકાના પગાર વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, 5 દિવસ સુધી કામ કરવાનું રહેશે. ઈન્ડિયન બેંક્સ એસોસિયેશન અને બેંક યુનિયનો વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, આ બંને બાબતો પર ટૂંક સમયમાં નિર્ણય શક્ય છે. ઇન્ડીયન બેંક એસોસીએશને કહ્યું છે કે આ પહેલીવાર છે
જ્યારે 15 ટકાથી પગાર વધારાની વાત શરૂ થઈ છે. આવી સ્થિતિમાં, બેઠકમાં કોઈને 15 થી 20 ટકાના પગાર વધારાનો લાભ મળી શકે છે. જે છેલ્લા ઘણા વર્ષોમાં શ્રેષ્ઠ છે. જાહેર ક્ષેત્રની બેંકો અને આઇબીએ વચ્ચેનો હાલનો વેતન કરાર નવેમ્બર 1, 2022 ના રોજ સમાપ્ત થઈ ગયો છે. ત્યારથી, બેંક યુનિયન અને આઇબીએ વચ્ચે પગાર વધારાને લઈને સતત વાતચીત ચાલી રહી છે. જો પાંચ દિવસના કામ અને પગાર વધારાના કરાર પર મંત્રણાને આખરી ઓપ આપવામાં આવશે તો આ નિયમો પ્રાદેશિક ગ્રામીણ બેંકોના કર્મચારીઓને પણ લાગુ પડશે. બેંક યુનિયનો લાંબા સમયથી પાંચ દિવસના કાર્યકારી નિયમને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.
હાલમાં બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. જો 5 દિવસ કામ કરવાની માંગ સ્વીકારવામાં આવે છે, તો આવી સ્થિતિમાં બેંકનો કામકાજનો સમય અઠવાડિયાના બાકીના પાંચ દિવસ માટે 30 થી 45 મિનિટ વધી જશે. ડિસેમ્બરના મધ્યમાં આ અંગે નિર્ણય શક્ય છે. દેશમાં આગામી વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, નાણા મંત્રાલય દેશભરના લાખો બેંક કર્મચારીઓને પગાર વધારાની સાથે અઠવાડિયામાં બે દિવસની રજા આપી શકે છે. આઇબીએ અને બેંક યુનિયન વચ્ચે કરાર થયા બાદ આ પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. નાણા મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ નવા નિયમો લાગુ કરવામાં આવશે.
સંકટના સમયમાં પગારમાં વધારો કરશે એક્સિસ બૅંક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના સંકટની વચ્ચે એક્સિસ બેંકે પોતાના કર્મચારીઓના પગારમાં 4-12 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એક્સિસ બેંક લિમિટેડ પ્રદર્શનના આધાર ઉપર 1 ઓક્ટોબરથી કર્મચારીઓના વેતનમાં 4 ટકાથી 12 ટકા વચ્ચે વધારો કરશે. જેનો લાભ આશરે 76, 000 હજાર કર્મચારીઓને સીધો ફાયદો થશે.
રિપોર્ટનું માનીએ તો બેંક એક નિશ્ચિત રેંકથી નીચેના અધિકારીઓને વાર્ષિક બોનસ પહેલા જ આપી ચુક્યું છે. પરંતુ હવે તમામ કર્મચારીઓને તેનો ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે. એક સુત્રના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિગત પ્રદર્શનના આધાર ઉપર નક્કી કરવામાં આવશે. બોનસની સાથે જ વેતનમાં વધારાનો ફાયદો દેવામાં આવશે. આ પહેલા ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક લિમિટેડે એપ્રીલ મહિનામાં પોતાના કર્મચારીઓનો પગાર વધાર્યો હતો. તેની સાથે જ બોનસની ચૂકવણી પણ કરવામાં આવી હતી. ત્યારે આઈસીઆઈસીઆઈએ એક લાખ કર્મચારીઓમાંથી 80 હજાર કર્મચારીઓને બોનસ આપ્યું હતું. તેની સાથે જ કર્મચારીઓના પગારમાં પણ વધારો કર્યો હતો. એટલે કે, આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકને ટક્કર દેવા માટે એક્સિસ બેંક પગારમાં વધારો અને બોનસની ભેટ કર્મચારીઓને આપ્યું હતું. કોરોના મહામારી અને લોકડાઉનને ધ્યાને રાખીને વિવિધ ક્ષેત્રોમાંથી છટણી, પગારમાં કાપ થયો છે અને પગારમાં વધારો રોકી દેવાયો છે.