સરકાર દ્વારા રાજકોટ ખાતે નિયુક્ત કલેકટર અરુણ બાબુની રાજકોટ જીલ્લા પંચાયતના અધ્યક્ષ ભુપતભાઈ બોદરએ શુભેચ્છા મુલાકાત કરી પુષ્પગુચ્છ આપી ઉષ્મા ભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા.
આ તકે ભૂપતભાઈ બોદરએ રાજકોટ જીલ્લાના પ્રાથમિક પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી. જેમાં અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે અને કોરોનાને કારણે જીવન અસ્ત-વ્યસ્તના પરિણામો આપણે જોયા છે. ત્યારે કોરોનાની સારવાર અને ખાસ કરીને જીલ્લાના લોકોને તાત્કાલિક વેક્સીનેસન ડોઝ મળી રહે તેવી સઘન વ્યવસ્થા થાય અને તેનું મોનીટરીંગ થાય અને લોકોને ઉત્તમ સારવાર મળે તેમજ જીલ્લાની પ્રાથમિકતા સુવિધાઓમાં વધારો થાય અને વિકાસકાર્યો વેગ મળે તે બાબતે ચર્ચાઓ કરી હતી.
આ તકે કલેકટરએ તેમના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે, સરકારની પ્રથમ પ્રાથમિકતા લોકોને વેક્સીનેસન મળી રહે તેનું આયોજન સઘન બનાવી ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારી આરોગ્યની ખાસ જાળવણી કરવાની ખાત્રી આપી હતી.